ઇઝરાયલના તેલ અવિવ પર અનેક બૅલેસ્ટિક મિસાઇલ્સ ઈરાને છોડ્યાં હતાં
ઇરાને છોડેલી બૅલેસ્ટિક મિસાઇલ સામે ઇઝરાયલે આયર્ન ડોમ ઍક્ટિવેટ કરતાં આકાશમાં તણખા ઝરતા જોવા મળ્યા. જોકે એ પછી પણ એક બિલ્ડિંગને નુકસાન થયું હતું
ઇઝરાયલે ડ્રોન હુમલો કરી ઈરાનના ન્યુક્લિયર અને મિલિટરી બેઝને સખત નુકસાન પહોંચાડી ઈરાનના ટોચના લશ્કરી અધિકારીઓનો ખાતમો બોલાવી દીધા બાદ ગઈ કાલ સવારથી ઈરાને ઇઝરાયલ પર વળતો હુમલો કર્યો હતો.

ADVERTISEMENT

ઈરાને કરેલા હુમલાને કારણે થયેલું નુકસાન.
ઇઝરાયલના તેલ અવિવ પર અનેક બૅલેસ્ટિક મિસાઇલ્સ ઈરાને છોડ્યાં હતાં જેમાં એક મિસાઇલ ઇઝરાયલના ખ્યાતનામ ‘આયર્ન ડોમ’ને ટાર્ગેટ કરીને છોડવામાં આવ્યું હતું. જોકે ઇઝરાયલે એને ઇન્ટરસેપ્ટ કરતાં એ એનું નિશાન ચૂક્યું હતું અને આયર્ન ડોમની પાસે આવેલી એક ગગનચૂંબી ઇમારત પર ઝીંકાતાં ઇમારતને નુકસાન થયું હતું અને એની ગ્લાસ પૅનલ તૂટી પડી હતી.


