Indian Student Death: અમેરિકાના સિનસિનાટીમાંથી વધુ એક ભારતીય વિદ્યાર્થી મૃત હાલતમાં મળી આવ્યો છે. આ વિદ્યાર્થીના મોતનું કારણ હજી સુધી શકાયું નથી
નિધન માટેની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- એક જ અઠવાડિયામાં ભારતીય વિદ્યાર્થીનું આ ત્રીજું મોત છે
- અગાઉ વિવેક સૈનીને એક સ્ટોરમાં અજાણ્યા વ્યક્તિએ મારી નાખ્યો હતો
- નીલ આચાર્ય નામના વિદ્યાર્થિની પણ ડેડ-બૉડી મળી આવી હતી
છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાંથી ભારતીય વિદ્યાર્થીઓ મૃત (Indian Student Death) હાલતમાં મળી આવે છે. હવે એક ફરી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમેરિકાના સિનસિનાટીમાંથી વધુ એક ભારતીય વિદ્યાર્થી મૃત હાલતમાં મળી આવ્યો છે.
જોકે, આ વિદ્યાર્થીનું મૃત્યુ (Indian Student Death) કઈ રીતે થયું છે તેનું કોઈ જ કારણ હજી સુધી શકાયું નથી. તમને જણાવી દઈએ કે અમેરિકામાં એક જ અઠવાડિયામાં ભારતીય વિદ્યાર્થીનું આ ત્રીજું મોત છે. સતત આ રીતે ત્રીજા ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
ADVERTISEMENT
જો અગાઉના મહિનાની વાત કરવામાં આવે તો 25 વર્ષીય વિવેક સૈનીને એક સ્ટોરમાં અજાણ્યા વ્યક્તિએ મારી નાખ્યો હતો. જો આ વિદ્યાર્થિની વાત કરવામાં આવે તો વિવેક સૈનીએ તાજેતરમાં યુએસમાંથી એમબીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ સાથે જ તેની હત્યા જુલિયન ફોકનર નામના વ્યક્તિએ કરી હતી. કહેવાય છે કે તે બેઘર ડ્રગ વ્યસની હતો. તેણે જ વિવેક પર જીવલેણ હુમલો કર્યો હતો.
વિવેકની સાથે જ બીજા એક વિદ્યાર્થીનો મૃતદેહ (Indian Student Death) પણ મળી આવ્યો હતો. પરડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો ભારતીય વિદ્યાર્થી નીલ આચાર્ય પણ છેલ્લા જ સપ્તાહમાં યુએસમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. નીલ આચાર્ય પરડ્યુ યુનિવર્સિટીની જ્હોન માર્ટિન્સન ઓનર્સ કોલેજમાં કમ્પ્યુટર સાયન્સ અને ડેટા સાયન્સમાં ડબલ મેજરનો અભ્યાસ કરતો હતો.
નીલ આચાર્યની રવિવારે સોશિયલ મીડિયા પર ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સોમવારે એવી પુષ્ટિ કરવામાં આવી હતી કે તેનું મોત (Indian Student Death) થયું છે.તેમની લિંકેડિયન પ્રોફાઇલ જોવામાં આવે તો જાણવા મળે છે કે તેણે વર્ષ 2022માં પૂણેની સેન્ટ મેરી સ્કૂલમાંથી તેનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેણે ICSE પરીક્ષામાં એટલે કે ધોરણ 10ની પરીક્ષામાં 97.2 ટકા અને ધોરણ 12માં 95 ટકા ગુણ મેળવ્યા હતા.
તેની પ્રોફાઇલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તેણે રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડમાં તેની સમર ઇન્ટર્નશિપ કરી હતી અને લિડનો એડ્યુટેક પ્રાઇવેટ લિમિટેડમાં પ્રોજેક્ટ ઇન્ટર્ન તરીકે પણ કામ કર્યું હતું.
આ સાથે જ જાણવા મળ્યું હતું કે તેણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) દ્વારા આયોજિત ટેકફેસ્ટ 2018-19માં કોઝમો ક્લેન્ચ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો અને તેણે સફળતા પણ મેળવી હતી.
આમ એક પછી એક યુ.એસ.માં ભારતીય વિદ્યાર્થીના બે મૃત્યુની ઘટના (Indian Student Death) હજી તો સાવ તાજી છે ત્યાં ત્રીજા વિદ્યાર્થીના મોતના સમાચારથી ચકચાર થઈ ગઈ છે. ગયા વર્ષે નવેમ્બરમાં 26 વર્ષીય સિનસિનાટી યુનિવર્સિટીમાં ભારતીય ડોક્ટરલ વિદ્યાર્થી આદિત્ય અદલાખાની પણ હત્યાના સમાચાર મળ્યા હતા. ઓહાયોમાં કારની અંદર આ વિદ્યાર્થીને ગોળી મારવામાં આવી હતી. આ જ કારણોસર આ ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું.
