Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટેક્સસના ભારતીય પરિવારમાં હાહાકાર! ૧૯ વર્ષના ટીનેજરે મમ્મી, પપ્પા, નાનીની હત્યા કરી નાખી

ટેક્સસના ભારતીય પરિવારમાં હાહાકાર! ૧૯ વર્ષના ટીનેજરે મમ્મી, પપ્પા, નાનીની હત્યા કરી નાખી

Published : 20 June, 2026 10:58 AM | IST | Texas
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરોપી પર કૅપિટલ મર્ડર અને પોલીસથી ભાગવા સહિતના ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે

ગૌરવ ચોપડાની ધરપકડ કરીને તેને કોઈ પણ જામીન વિના જેલમાં મોકલી દેવાયો છે

ગૌરવ ચોપડાની ધરપકડ કરીને તેને કોઈ પણ જામીન વિના જેલમાં મોકલી દેવાયો છે


અમેરિકાના સાઉથ ટેક્સસના એલ્ટન શહેરમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ૧૯ વર્ષના ભારતીય મૂળના કૉલેજના વિદ્યાર્થી ગૌરવ ચોપડાએ પોતાના જ પરિવાર પર અંધાધૂંધ ગોળીબાર કરીને મમ્મી, પપ્પા અને નાનીની ઘાતકી હત્યા કરી હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે રાત્રે બનેલા આ ભયાનક ટ્રિપલ હત્યાકાંડ બાદ ગૌરવ ચોપડાની ધરપકડ કરીને તેને કોઈ પણ જામીન વિના જેલમાં મોકલી દેવાયો છે. આરોપી પર કૅપિટલ મર્ડર અને પોલીસથી ભાગવા સહિતના ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર ગૌરવના ૨૧ વર્ષના મોટા ભાઈએ મંગળવારે રાત્રે ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી. ગૌરવે તેના ભાઈ પર પણ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, પરંતુ સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. હત્યાકાંડને અંજામ આપ્યા બાદ ગૌરવ પોતાની લક્ઝુરિયસ કાર લઈને ભાગ્યો હતો. પોલીસે પીછો કરતાં તેણે અન્ય બે વાહનો સાથે અકસ્માત કર્યો હતો, જ્યાંથી પોલીસે તેને દબોચી લીધો હતો અને ઘટનાસ્થળેથી ૯ મિલીમીટરની પિસ્તોલ રિકવર કરી હતી.



પોલીસને ઘરના બીજા માળેથી ગૌરવની મમ્મી કમલેશ રાની (૪૬ વર્ષ) અને નાની મિન્દર કૌર (૭૩ વર્ષ)ના મૃતદેહ મળ્યા હતા. તેના ૫૬ વર્ષના પપ્પા સ્વીટા રામને માથામાં ગોળી વાગવાથી ગંભીર હાલતમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમણે દમ તોડ્યો હતો. સ્વીટા રામ આ વિસ્તારના અત્યંત પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા અને મોટેલ તેમ જ ઇવેન્ટ સેન્ટરના માલિક હતા. ગૌરવ યુનિવર્સિટી ઑફ ટેક્સસનો વિદ્યાર્થી છે. આ ઘાતકી હત્યા પાછળનો મુખ્ય હેતુ હજી સુધી જાણી શકાયો નથી અને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2026 10:58 AM IST | Texas | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK