Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રિલાયન્સ જિયોના ૩૭,૭૦૦+ કરોડ રૂપિયાના IPO માટે ચક્રો ગતિમાન

રિલાયન્સ જિયોના ૩૭,૭૦૦+ કરોડ રૂપિયાના IPO માટે ચક્રો ગતિમાન

Published : 20 June, 2026 08:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુકેશ અંબાણીએ ૪૯મી AGMમાં કરી જાહેરાત, ૨૭ કરોડ નવા ઇક્વિટી શૅર બહાર પાડવામાં આવશે, તમામ રકમનો ઉપયોગ દેવું ચૂકવવા થશે

ગઈ કાલે AGMમાં જિયોના IPOની જાહેરાત કરતા મુકેશ અંબાણી

ગઈ કાલે AGMમાં જિયોના IPOની જાહેરાત કરતા મુકેશ અંબાણી


દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની જિયો પ્લૅટફૉર્મ્સ લિમિટેડ (JPL)એ શુક્રવારે એના મેગા પબ્લિક ઇશ્યુ માટે સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરી દીધું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના મૅનેજિંગ ડિરેક્ટર અને ચૅરમૅન મુકેશ અંબાણીએ કંપનીની ૪૯મી ઍન્યુઅલ જનરલ મીટિંગ (AGM) દરમ્યાન આ ઐતિહાસિક જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે જિયોને પબ્લિક કરવા માટે સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)નું કુલ કદ આશરે ૪ બિલ્યન ડૉલર (૩૭,૭૦૦ કરોડ રૂપિયાથી પણ વધારે) હોવાનો અંદાજ છે, જે ભારતીય કૉર્પોરેટજગતમાં આ વર્ષનો સૌથી મોટો વૅલ્યુ ક્રીએશન માઇલસ્ટોન સાબિત થશે.

કંપનીના રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર આ IPO હેઠળ ૨૭ કરોડ નવા ઇક્વિટી શૅર ઇશ્યુ કરવામાં આવશે. આ ઇશ્યુની ખાસ વાત એ છે કે આમાં કોઈ ઑફર ફૉર સેલ (OFS) કમ્પોનન્ટ નથી એટલે કે પ્રમોટર્સ પોતાનો જૂનો હિસ્સો વેચશે નહીં પરંતુ તમામ નવા શૅર બહાર પાડવામાં આવશે. DRHPમાં જણાવ્યા મુજબ આ પબ્લિક ઇશ્યુ દ્વારા એકત્રિત કરવામાં આવનારી તમામ રકમનો ઉપયોગ કંપનીનું દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. મુકેશ અંબાણીએ આ ક્ષણને કંપની અને એના શૅરહોલ્ડર્સ માટે અત્યંત ભાવુક ગણાવતાં ઉમેર્યું હતું કે ‘જિયોનું આ પ્રસ્તાવિત લિસ્ટિંગ સમગ્ર વિશ્વને બતાવી દેશે કે ભારત વૈશ્વિક સ્તરની, વૈશ્વિક ક્ષમતા ધરાવતી અને વૈશ્વિક મૂલ્યવાળી ટેક્નૉલૉજી કંપનીઓ બનાવવાની સંપૂર્ણ તાકાત ધરાવે છે. આ રોકાણકારો માટે પણ આકર્ષક તક સાબિત થશે.’


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2026 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK