Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં મૂળ ભારતીયે બાઇડનની હત્યા કરવાની ધમકી આપી અને હિટલરની પ્રશંસા કરી

અમેરિકામાં મૂળ ભારતીયે બાઇડનની હત્યા કરવાની ધમકી આપી અને હિટલરની પ્રશંસા કરી

25 May, 2023 11:50 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફેડરલ કોર્ટમાં તેના પર માત્ર અમેરિકાની પ્રૉપર્ટીને નુકસાન પહોંચાડવાનો જ આરોપ મૂકવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અમેરિકામાં ૧૯ વર્ષના એક મૂળ ભારતીય વ્યક્તિ પર વાઇટ હાઉસના બૅરિયરની સાથે ઇરાદાપૂર્વક એક ટ્રકને ટકરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે વાઇટ હાઉસમાં જઈને ‘સત્તા મેળવવા માગતો હતો’ અને અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનની હત્યા કરવા ઇચ્છતો હતો. ૧૯ વર્ષના સાઈ વરશિષ્ઠ કંદુલા નામના આ વ્યક્તિએ તેની ધરપકડ પછી તપાસ અધિકારીઓ સમક્ષ ઍડૉલ્ફ હિટલરની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તે પ્રેસિડન્ટની હત્યા કરવા ઇચ્છે છે અને જો જરૂર પડશે તો તે પોતે સત્તા પર બેસશે. તે અત્યારે કસ્ટડીમાં છે. ફેડરલ કોર્ટમાં તેના પર માત્ર અમેરિકાની પ્રૉપર્ટીને નુકસાન પહોંચાડવાનો જ આરોપ મૂકવામાં આવ્યો છે. યુએસ પાર્ક પોલીસે શરૂઆતમાં અનેક આરોપસર કંડુલાની ધરપકડ કરી હતી, જેમાં પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ કે ફૅમિલી મેમ્બરને મારી નાખવાની કે નુકસાન પહોંચાડવાની ધમકીનો આરોપ સામેલ હતો. જોકે એ શક્ય છે કે ફરિયાદ પક્ષ કેસ જેમ-જેમ આગળ વધે એમ વધારાના આરોપો ઘડી શકે છે. અધિકારીઓ એ એંગલથી પણ વિચાર કરી રહ્યા છે કે તે કદાચ માનસિક રીતે અસ્વસ્થ હોઈ શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2023 11:50 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK