ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઘોર કળયુગ! 17 વર્ષની યુવતીએ બે સગીર યુવકો સાથે કર્યો રેપ, અન્ય બાળકો જોતા રહ્યા

ઘોર કળયુગ! 17 વર્ષની યુવતીએ બે સગીર યુવકો સાથે કર્યો રેપ, અન્ય બાળકો જોતા રહ્યા

23 May, 2023 02:52 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક 17 વર્ષની યુવતીએ બે સગીર યુવકો સાથે રેપ(17-year-old girl raped two minors) કર્યો છે. પીડિત યુવકોમાથી એકની ઉંમર 10 વર્ષ અને બીજાના ઉંમર 14 વર્ષ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

એક 17 વર્ષની યુવતીએ બે સગીર યુવકો સાથે રેપ(17-year-old girl raped two minors) કર્યો છે. પીડિત યુવકોમાથી એકની ઉંમર 10 વર્ષ અને બીજાના ઉંમર 14 વર્ષ છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ 17 વર્ષની અમિરેકલ મોરગન તરીકે થઈ છે. પોલીસે તેની માતા વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. તેણીએ એક બાળકોનું ગ્રુપ બનાવ્યું, અને બાળકોને તેણીએ મારપીટ કરવા તરફ દોર્યા. જેના પર આ બાળકોએ મારપીટ કરી તેઓએ પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી. આ ઘટના અમેરિકાના મિસિસીપીની છે.     

ડેલ મેલની રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું કે અમિરેકલે મધર્સ ડે પર કેટલાક બાળકોના ગ્રુપ સામે અશ્લિલ ગતિવિધિઓ કરી છે. જે બાળકોએ પોતાના નજરે આ ઘટનાને જોઈએ તેમણે પોલીસને આ અંગે જાણ કરી દીધી હતી.જે બાદ અમીરેકલને પુખ્ત વયે આરોપોનો સામનો કરવો પડશે. બાદમાં, તેની માતાએ કથિત રીતે સ્થાનિક બાળકોની એક ટોળકી બનાવી અને તેમને તે બાળકો પર હુમલો કરવા કહ્યું જેમણે પોલીસને ઘટના વિશે જાણ કરી.

આ પણ વાંચો: NRI સાથે લગ્ન પછી મારા ઇમિગ્રન્ટ વિઝા પહેલાં જ પતિનું મૃત્યુ થયું, હવે?


પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપી યુવતીની માતાએ કેટલાક બાળકોને ભેગા કર્યા અને તેમને એ લોકોને પીટવા કહ્યું જેમણે ઘટનાને પ્રત્યક્ષ જોઈ હતી. આને સહન કરવામાં આવશે નહીં. કોઈને પણ ડરવાની જરૂર નથી, જે તેમના હુમલો કરશે, તેમની બારીઓના કાચ તોડશે કે તેમની સાથે ઝઘડો અને મારપીટ કરે. આ કારણોસર, છોકરીની માતા પર સગીરો વિરુદ્ધ અપરાધોમાં મદદ કરવાનો અને પ્રોત્સાહન આપવાનો અને બળાત્કારની જાણ કરનાર સગીરોને ધમકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલે પહેલી સુનાવણી 8 તારીખે કરવામાં આવશે. 


23 May, 2023 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK