ગયા વર્ષે હવાઈથી બૉસ્ટન જતી ફ્લાઇટમાં ૧૪ વર્ષની એક છોકરી સામે હસ્તમૈથુન કરવાના આરોપ બદલ એક ભારતીય અમેરિકન ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
ન્યુ યૉર્ક: ગયા વર્ષે હવાઈથી બૉસ્ટન જતી ફ્લાઇટમાં ૧૪ વર્ષની એક છોકરી સામે હસ્તમૈથુન કરવાના આરોપ બદલ એક ભારતીય અમેરિકન ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
એફબીઆઇબૉસ્ટનના ટ્વિટર અકાઉન્ટ પર ધરપકડ વિશે જણાવાયું હતું. ટ્વીટમાં જણાવ્યા પ્રમાણે આ ડૉક્ટરે ગયા વર્ષે હવાઈથી બૉસ્ટન જતી ફ્લાઇટમાં ૧૪ વર્ષની છોકરીની સામે અશ્લીલ કૃત્યો કર્યાં હતાં.
જો આ ડૉક્ટર દોષી સાબિત થશે તો તેને ૯૦ દિવસની જેલની સજા થશે અને ત્યાર બાદ એક વર્ષની દેખરેખ હેઠળ મુક્તિ અને ૫૦૦૦ ડૉલર (૪.૧૪ લાખ રૂપિયા) સુધીનો દંડ થઈ શકે છે.
ગુરુવારે બૉસ્ટન ફેડરલ કોર્ટમાં કેસમાં દાખલ કરાયેલા ઍફિડેવિટમાં જણાવાયું છે કે ૩૩ વર્ષના કૅમ્બ્રિજ મૅસેચુસેટ્સમાં રહેતા ડૉ. સુદીપ્ત મોહંતીએ ૨૦૨૨ની ૨૭ મેએ હવાઇયન ઍરલાઇન્સની ફ્લાઇટમાં હોનોલુલુથી બૉસ્ટન વચ્ચે સગીર છોકરી સામે અભદ્ર વર્તન કર્યું હતું.
છોકરીનો આરોપ છે કે ફ્લાઇટમાં લગભગ પાંચ કલાક સુધી સુદીપ્ત મોહંતીએ પોતાની જાતને ગળા સુધી ધાબળાથી ઢાંકી દીધી હતી. આ સમયે તેણે ડૉક્ટરના પગને ઉપર-નીચે થતા જોયા. થોડી વારમાં ધાબળો સરકી ગયો અને મોહંતીનું પૅન્ટ અનઝિપ જોવા મળ્યું હતું. તેના પ્રાઇવેટ પાર્ટ્સ ખુલ્લા દેખાતા હતા. છોકરી તરત જ અલગ સીટ પર જતી રહી હતી.


