આ કેસ ૨૦૨૧ના મે મહિનાનો છે જ્યારે ઇમરાન ખાનને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ તરફથી સત્તાવાર મુલાકાત દરમિયાન ભેટ તરીકે મોંઘી જ્વેલરીનો સેટ મળ્યો હતો
ઈમરાન ખાન
પાકિસ્તાનમાં ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ની એક ખાસ કોર્ટે તોશાખાના-2 કેસમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના સ્થાપક ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ૧૭ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ચુકાદો રાવલપિંડીની અદિયાલા જેલમાં આપવામાં આવ્યો હતો જ્યાં ઇમરાન ખાન હાલમાં બંધ છે. આ કેસ ૨૦૨૧ના મે મહિનાનો છે જ્યારે ઇમરાન ખાનને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ તરફથી સત્તાવાર મુલાકાત દરમિયાન ભેટ તરીકે મોંઘી જ્વેલરીનો સેટ મળ્યો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે આ જ્વેલરીને સરકારી ખજાનામાંથી ખૂબ જ ઓછી કિંમતે ઇમરાન ખાને ખરીદી હતી અને જરૂરિયાત મુજબ સરકારી તિજોરીમાં નાણાં જમા કરવામાં આવ્યા નહોતાં. આનાથી સરકારી તિજોરીને નુકસાન થયું હતું. જેલની સજા ઉપરાંત ઇમરાન ખાનને ૧.૬૪ કરોડ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
