ગાઝામાં ૭૦ દિવસનો યુદ્ધવિરામ અને ૧૦ બંધકોની મુક્તિ સામેલ છે. હમાસના એક પૅલેસ્ટીનિયન અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી
પ્રતીકાત્મક તસવીર
હમાસે અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ દ્વારા રજૂ કરાયેલા એક પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે, જેમાં ગાઝામાં ૭૦ દિવસનો યુદ્ધવિરામ અને ૧૦ બંધકોની મુક્તિ સામેલ છે. હમાસના એક પૅલેસ્ટીનિયન અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી. આ પ્રસ્તાવના માધ્યમથી હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાની સંભાવના મજબૂત બની છે.


