કેન્યાના ભૂતપૂર્વ વડા પ્રધાન રૈલા ઓડિંગાનું અવસાન, ચાહકો છેલ્લાં દર્શન માટે નાઇરોબી ઍરપોર્ટ પહોંચી ગયા
ભારતથી કેન્યાના વિરોધ પક્ષના નેતાના રૈલા ઓડિંગાનો પાર્થિવ દેહ નાઇરોબી ઍરપોર્ટ પહોંચ્યો ત્યારે પ્રશંસકો તેમનાં અંતિમ દર્શન માટે એકઠા થયા હતા.
બુધવારે કેરલાના એર્નાકુલમમાં કેન્યાના ભૂતપૂર્વ વડા પ્રધાન રૈલા ઓડિંગાનું હાર્ટ-અટૅકથી મૃત્યુ થયું હતું. તેઓ માંદગીની સારવાર માટે ભારતમાં હતા. તેઓ સવારે ચાલવા ગયા ત્યારે બેભાન થઈ ગયા હતા અને તેમને હૉસ્પિટલમાં લઈ જતાં પહેલાં કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન (CPR) આપવામાં આવ્યું હતું. એમ છતાં તેમને બચાવી શકાયા નહોતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૈલા ઓડિંગાના નિધન પર દુઃખ પ્રગટ કર્યું હતું.
ગઈ કાલે નાઇરોબીના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કેન્યાના વિપક્ષી નેતા રૈલા ઓડિંગાના મૃત્યુથી શોકમગ્ન સમર્થકો ભેગા થયા હતા. રૈલા ઓડિંગા ૮૦ વર્ષના હતા. તેઓ પાંચ વાર રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડ્યા હતા અને દરેક વખતે હાર્યા હતા.


