નિષ્ણાતોનું કહેવું છે કે આ લક્ષણ ઝીબ્રામાં આવી રહેલા જિનેટિકલ બદલાવો અને પિગ્મેન્ટેશન ડિસઑર્ડરને કારણે જોવા મળ્યું છે
ઝીબ્રા
ઝીબ્રા તો વાઇટ અને બ્લૅક ચટાપટાવાળું જ હોય એવું કોણે કહ્યું? કેન્યાના મસાઈમારા નૅશનલ રિઝર્વમાં તાજેતરમાં એક અનોખું ઝીબ્રાનું બચ્ચું જોવા મળ્યું છે. એના બૉડી પર સામાન્ય સ્ટ્રાઇપ્સ નહીં, પરંતુ પોલકા ડૉટ જેવાં ટપકાં જોવા મળે છે. આફ્રિકાના અન્ય ભાગોમાં પણ ક્યાંક ઝીબ્રા બેબીઝમાં સ્ટ્રાઇપ્સને બદલે અલગ પ્રકારની ડિઝાઇન્સ બૉડી પર જોવા મળી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ લક્ષણ ઝીબ્રામાં આવી રહેલા જિનેટિકલ બદલાવો અને પિગ્મેન્ટેશન ડિસઑર્ડરને કારણે જોવા મળ્યું છે. મસાઈના ટૂર ગાઇડ અને ફોટોગ્રાફરે આ તસવીર લીધી હતી અને લખ્યું હતું કે ‘પહેલી નજરે તો મને લાગ્યું કે આ ઝીબ્રા બેબીને કોઈએ પકડીને એના પર કલર કરી નાખ્યો છે. જોકે બહુ નજીકથી જોતાં રિયલાઇઝ થયું કે આ તો પિગ્મેન્ટેશન ડિસઑર્ડર છે.’

