ભારતે એક દિવસમાં ૬૪ કરોડ મત ગણી લીધા, કૅલિફૉર્નિયામાં ૧.૫ કરોડ મતની ગણતરી ૧૮ દિવસ બાદ પણ પૂરી નથી થઈ શકી
ઈલૉન મસ્ક
વિશ્વના ધનાઢ્ય ઉદ્યોગપતિ ઈલૉન મસ્કે ભારતીય ચૂંટણીપંચની કામગીરીની પ્રશંસા કરી છે. ભારતમાં લોકસભાની ચૂંટણીમાં ૬૪ કરોડ લોકોએ મતદાન કર્યું હતું અને આ મતોની ગણતરી એક જ દિવસમાં કરી દેવામાં આવી હતી. આ મુદ્દે એક વ્યક્તિએ કરેલી સોશ્યલ મીડિયા પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં મસ્કે આ બાબતને વધાવી લીધી હતી. તેણે લખ્યું હતું કે ભારત એક દિવસમાં ૬૪ કરોડ મતની ગણતરી કરી લે છે, પણ કૅલિફૉર્નિયામાં ૧.૫ કરોડ મતની ગણતરી હજી ચાલી રહી છે.
જોકે અમેરિકામાં બૅલટ પેપરથી મત આપવામાં આવે છે, પણ ભારતે કેટલાંય વર્ષો પહેલાં ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)થી મતદાનની પ્રક્રિયા હાથ ધરી છે જેમાં ગણતરી થોડા કલાકમાં જ થઈ જાય છે. જોકે થોડા સમય પહેલાં મસ્કે EVM પર સવાલ ઉઠાવ્યા હતા.