શિવોન અને ઈલૉન મસ્કને ૪ બાળકો છે. મસ્કને કુલ ૧૪ બાળકો છે.
વિશ્વના સૌથી ધનાઢ્ય માણસ ઈલૉન મસ્કે તેની પાર્ટનર અને ભારતીય મૂળ ધરાવતી શિવોન ઝિલિસ સાથે બ્રેકઅપ કરી લીધું છે
વિશ્વના સૌથી ધનાઢ્ય માણસ ઈલૉન મસ્કે તેની પાર્ટનર અને ભારતીય મૂળ ધરાવતી શિવોન ઝિલિસ સાથે બ્રેકઅપ કરી લીધું છે. તેમને ૪ સંતાનો છે. શિવોન મસ્કની એક કંપની ન્યુરાલિન્કમાં કાર્યરત છે. શિવોનની માતા શારદા ભારતીય છે અને પિતા રિચર્ડ કૅનેડાના છે. શિવોનનો જન્મ કૅનેડામાં થયો હતો.
આ સંદર્ભમાં શિવોને ઈલૉન મસ્કની માલિકીના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એક લાંબી પોસ્ટ શૅર કરીને પુષ્ટિ કરી છે કે તેના અને ઈલૉન મસ્ક વચ્ચેના રોમૅન્ટિક સંબંધો પૂરા થયા છે અને તેઓ અલગ થઈ ગયાં છે. મસ્ક સાથે ૪ બાળકો ધરાવતી શિવોને લખ્યું હતું કે હું તેમને મારા જીવન કરતાં પણ વધુ પ્રેમ કરતી હતી.
ADVERTISEMENT
શિવોને ૨૪ સપ્ટેમ્બરે બન્ને વચ્ચે થયેલા ‘લવ યુ’ મેસેજનો સ્ક્રીનશૉટ શૅર કરીને લખ્યું હતું કે ‘અત્યારે હું દુઃખની લાગણી અનુભવી રહી છું. મને હજી પણ મસ્કની ખૂબ કાળજી છે. હું ઇચ્છું છું કે તે અને તેનો પરિવાર હંમેશાં ખુશ રહે. મને આશા છે કે અમે સારાં મિત્રો રહી શકીએ અને સાથે મળીને અમારાં બાળકોને ઉછેરી શકીએ.’
શિવોને જણાવ્યું હતું કે ‘આ બ્રેકઅપ કોઈ પણ પૂર્વચેતવણી કે સંકેત વિના થયું છે. હજી થોડા સમય પહેલાં સુધી અમારી વચ્ચેના સંબંધો સામાન્ય હતા.’
શિવોન અને ઈલૉન મસ્કને ૪ બાળકો છે. મસ્કને કુલ ૧૪ બાળકો છે.
