આ વખતે મસ્ક અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પને લઈને કરવામાં આવેલા ટ્વીટ થકી ચર્ચામાં છે. તેમણે ટ્વિટર યૂઝર્સને પૂછ્યું છે કે ટ્રમ્પનું અકાઉન્ટ રિસ્ટોર કરી લેવું જોઈએ કે નહીં?

ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઈલ તસવીર)
નવા બૉસ મળતા હવે ટ્વિટર (Twitter) પણ પહેલા જેવું નથી રહ્યું. એક મહિનાથી પણ ઓછા સમયમાં ટ્વિટરે તે જોઈ લીધું છે જે તેણે વર્ષો સુધી નહોતું જોયું. પહેલા હજારોની સંખ્યમાં કર્મચારીઓની છટણી પછી નવી પૉલિસી(New Policy). આ બધું શક્ય થયું છે ટેસ્લાના માલિક (Tesla Owner) અને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્કને (Elon Musk) કારણે. મસ્ક હવે ટ્વિટરના નવા બૉસ છે. તે દરરોજ પોતાના નવા ટ્વીટ્સને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે મસ્ક અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પને (Former President Donald Trump) લઈને કરવામાં આવેલા ટ્વીટ થકી ચર્ચામાં છે. તેમણે ટ્વિટર યૂઝર્સને પૂછ્યું છે કે ટ્રમ્પનું અકાઉન્ટ રિસ્ટોર કરી લેવું જોઈએ કે નહીં?
એલન મસ્કે શુક્રવારે સાંજે ટ્વિટર પર એક પોલ પોસ્ટ કર્યો. જેમાં તેમણે યૂઝર્સને પૂછ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વિટર પર લાવવા જોઈએ કે નહીં? આ માટે મસ્કે યૂઝર્સે વોટ કરવા માટે અપીલ પણ કરી. જણાવવાનું કે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મના આ પહેલાના માલિકોએ ટ્રમ્પ પર `અનવૉન્ટેડ કોન્ટેન્ટને લઈને` ટ્વિટરે એક્શન લીધી હતી. વર્ષ 2021માં `હિંસા અને ભડકાઉ ભાષણના આરોપ`માં તેમને ટ્વિટર પરથી સ્થાઈ રૂપે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
Reinstate former President Trump
— Elon Musk (@elonmusk) November 19, 2022
કેવો રહ્યો યૂઝર્સનો રિસ્પૉન્સ
એલન મસ્ક દ્વારા જાહેર કરવામાં આવેલા પોલ પર 2 મિલિયનથી વધારે લોકોએ વોટિંગ કર્યું છે. લગભગ 60 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો છે. મસ્ક દ્વારા જાહેર કરવામાં આવેલા આ પોલ પહેલા સેંકડોની સંખ્યામાં ટ્વિટર કર્મચારીઓએ નવા માલિક એલન મસ્કથી કંટાળીને રાજીનામું આપી દીધું હતું. જો કે, જવાબમાં મસ્કે કહ્યું કે, "ચિંતાની કોઈ વાત નથી, સર્વશ્રેષ્ઠ લોકો મારી સાથે હજી પણ કામ કરી રહ્યા છે."
આ પણ વાંચો : Twitter: ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વિટર પર હૉમ કમિંગ, એલન મસ્કે હટાવ્યો પ્રતિબંધ
Note, this applies just to the individual tweet, not the whole account
— Elon Musk (@elonmusk) November 18, 2022
નવી પૉલિસી પર મસ્કનું ટ્વીટ
એલન મસ્કે શનિવારે ટ્વિટરની નવી પૉલિસી જાહેર કરી છે. તેમણે પોતે ટ્વીટમાં કહ્યું કે, "ટ્વિટરની નવી પૉલિસીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પણ પહોંચની સ્વતંત્રતા નથી. નેગેટિવ/હેટ ટ્વીટ્સને મોટાભાગે ડીબૂસ્ટ કરવામાં આવશે અને ડિમોનેટાઈઝ કરવામાં આવશે. ટ્વિટર પર કોઈ જાહેરાત કે અન્ય રેવેન્યૂ નહીં હોય. જ્યાં સુધી તમે ખાસ કરીને આને શોધશો નહીં, તમને ટ્વીટ નહીં મળે."

