અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ 6 જાન્યુઆરીએ અમેરિકામાં ફાટી નીકળેલી હિંસા માટે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જવાબદાર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો

ફાઇલ તસવીર
ટ્વિટર (Twitter) કંપનીની માલિકી મેળવ્યા બાદ એલન મસ્ક (Elon Musk) એક્શન મોડમાં આવી ગયા છે. મસ્કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પરના ટ્વિટર પ્રતિબંધને હટાવવાનો નિર્ણય લીધો છે. ટ્વિટર પર ડોનાલ્ડ ટ્રમ્પની આ હોમ કમિંગ હશે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ વ્હાઇટ હાઉસની આસપાસ ફેલાયેલી હિંસા ભડકાવવાનો આરોપ લગાવીને ટ્વિટરે ટ્રમ્પના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ટ્વિટરે ટ્રમ્પ પર મૂક્યો હતો પ્રતિબંધ
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ 6 જાન્યુઆરીએ અમેરિકામાં ફાટી નીકળેલી હિંસા માટે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જવાબદાર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જે બાદ હિંસા ભડકાવવાના મામલામાં ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટ પર કાયમી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર પર 88 મિલિયન ફોલોઅર્સ હતા, જે બાદ હવે એ વાત સામે આવી છે કે મસ્કે ટ્રમ્પ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે.
મસ્કે ટ્રમ્પ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી
એલન મસ્ક પહેલાં જ ટ્રમ્પ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. મસ્કે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “ટ્વિટરની માલિકી મળી જાય પછી ટ્રમ્પ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.” મસ્કે મે મહિનામાં એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. એપ્રિલમાં મસ્કે ટ્વિટર ખરીદવા અંગે મોટી જાહેરાત કરી હતી. ત્યારથી, ટ્વિટર ડીલ સમાચારોમાં છે.
એલન મસ્ક ટ્વિટરના નવા માલિક
એલન મસ્ક આખરે ટ્વિટરના નવા માલિક બન્યા છે. મસ્કે ટ્વિટર કંપનીને તે જ કિંમતે ખરીદી છે જેના માટે તેઓ શરૂઆતમાં સંમત થયા હતા, એટલે કે 44 બિલિયન ડોલર. આ ડીલ માટેનું આવશ્યક પેપરવર્ક નજીકના ભવિષ્યમાં પૂર્ણ કરવામાં આવશે. હવે ટ્વિટરની કામણ હાથમાં લેતા, મસ્ક ઘણા મોટા નિર્ણયો લેવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો: Twitterમાંથી કાઢી નાખવામાં આવેલા CEO પરાગ અગ્રવાલને મળી શકે છે 3.45 અરબ રૂપિયા