Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Heathrow Cyberattack: એકનાથ શિંદે તો લંડન પહોંચી ગયા, પણ એવું શું થયું કે તેમના અધિકારીઓની ફ્લાઇટ અટવાઈ ગઈ

Heathrow Cyberattack: એકનાથ શિંદે તો લંડન પહોંચી ગયા, પણ એવું શું થયું કે તેમના અધિકારીઓની ફ્લાઇટ અટવાઈ ગઈ

Published : 09 September, 2026 12:54 PM | IST | London
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Heathrow Cyberattack: એકનાથ શિંદે પોતે બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં હોવાને લીધે સમયસર લંડન પહોંચી ગયા છે, પણ બીજી ફ્લાઇટમાં બેસીને લંડન જઇ રહેલા એકનાથ શિંદેના પ્રતિનિધિ મંડળને આ સાયબર અટેકની મુસીબતને કારણે હેરાન થવું પડ્યું છે.

એકનાથ શિંદેની ફાઇલ તસવીર

એકનાથ શિંદેની ફાઇલ તસવીર


મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે લંડનના પ્રવાસે છે એની વચ્ચે સાયબર અટેક (Heathrow Cyberattack)ની આશંકાને પગલે તેમના પ્રતિનિધિ મંડળને પણ અસર થઈ છે. રિપોર્ટ્સ અનુસાર લંડનના હેથ્રો એરપોર્ટ પર સાયબર અટેક થયો હોવાની શંકાને પગલે અલર્ટ જારી કરવામાં આવી છે. અચાનકથી આવેલ આ અડચણને કારણે આશરે ૧૨૦૦ જેટલી ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી હોવાની પણ માહિતી મળી રહી છે. આ સાથે જ ઘણી ફ્લાઇટ્સ ૧૦થી ૧૨ કલાક મોડી થઈ છે. આ મુસીબત ત્યારે જ આવી છે જ્યારે મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે બ્રિટનના પાર્લામેન્ટના કાર્યક્રમ માટે લંડનના પ્રવાસે છે. એક્ચ્યુલી એકનાથ શિંદે પોતે બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં હોવાને લીધે સમયસર લંડન પહોંચી ગયા છે, પણ બીજી ફ્લાઇટમાં બેસીને લંડન જઇ રહેલા એકનાથ શિંદેના પ્રતિનિધિ મંડળને આ સાયબર અટેકની મુસીબતને કારણે હેરાન થવું પડ્યું છે.

રિપોર્ટ્સ પ્રમાણે એકનાથ શિંદેના ખાસ અધિકારીઓ (OSD), ફોટોગ્રાફર અને અન્ય છ અધિકારીઓની ફ્લાઇટ લંડનમાં લેન્ડ થવાને બદલે સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચ ખાતે ડાયવર્ટ (Heathrow Cyberattack) કરવામાં આવી હતી. આ ટીમ ઝ્યુરિચ એરપોર્ટ પર ફસાઈ ગઈ હતી અને બાદમાં વહેલી સવારે લંડન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે આ અધિકારીઓની ફ્લાઇટ લંડન માટે ઊપડે એ પહેલાં તેમની ટીમને આશરે બે કલાક રાહ જોવાની ફરજ પડી હતી. અચાનક થયેલા સાયબર અટેકને કારણે મુંબઈથી એવોર્ડ લેવા ગયેલા એકનાથ શિંદેના કાર્યાલયના અધિકારીઓ બરાબરના અટવાઈ ગયા હતા.



કયા એવોર્ડ માટે એકનાથ શિંદે લંડન ગયા છે?


Heathrow Cyberattack: તમને જણાવી દઈએ કે રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેના નાગરિકો માટેના અને લોકકલ્યાણકારી કાર્યો હવે ઇન્ટરનેશનલ લેવલ સુધી પોંખાયા છે. અને આ જ બાબતે બ્રિટિશ સંસદમાં નવમી અને દસમી સપ્ટેમ્બરના રોજ યોજાનાર બે મહત્વપૂર્ણ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એકનાથ શિંદેને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. લંડનના દ્વિદિવસીય પ્રવાસ દરમિયાન એકનાથ શિંદેને ત્રણ એવોર્ડથી નવાજાશે. એક છે કોમનવેલ્થ પબ્લિક લીડરશિપ રેકગ્નિશન. બ્રિટિશ સંસદના `હાઉસ ઓફ લોર્ડ્સ` ખાતે યુકે એશિયન બિઝનેસ કાઉન્સિલ અને `કેનવાસ ફોર કેર` દ્વારા એકનાથ શિંદેને આ એવીરદ એનાયત થશે. તે સાથે જ `હાઉસ ઓફ કોમન્સ` ખાતે યોજાનાર `ઈન્ટરનેશનલ કોન્ક્લેવ 2026`માં તેઓને `સ્ટેટ્સમેનશિપ એવોર્ડથી નવાજવામાં આવશે. ત્રીજો એવોર્ડ છે ગ્લોબલ પ્રાઇડ ઓફ મહારાષ્ટ્ર. લંડનના ૯૪ વર્ષ જૂના મહારાષ્ટ્ર મંડળ દ્વારા શિંદેજીને સામાજિક-આર્થિક યોગદાન બદલ આ ગૌરવપ્રદ એવોર્ડ આપવામાં આવનાર છે.

Heathrow Cyberattack: ઇન્ટરનેશનલ લેવલ પર એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રમાં થયેલાં લોકકલ્યાણકારી કામો અને યોજનાઓની પણ નોંધ લેવાઈ છે. જેમાં મહિલા સશક્તિકરણ માટેની `મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના`, સરકારી સેવાઓ ઘરઆંગણે પહોંચાડતો `શાશન આપલ્યા દારી` કાર્યક્રમ હોય કે પછી યુવાઓને લગતી `મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના`હોય. આ તમામની પ્રશંસા કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી છે કે `કેનવાસ ફોર કેર` પ્રદર્શનમાં બ્રિટનનાં ચિલ્ડ્રન્સ દ્વારા મહારાષ્ટ્રની આ કલ્યાણકારી યોજનાઓ પર દોરાયેલાં ચિત્રો પણ ડિસ્પ્લે કરવામાં આવનાર છે.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 12:54 PM IST | London | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK