Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ચીનમાં પત્તાંના મહેલની માફક બિલ્ડિંગ્સ તૂટ્યાં, ૧૨૭નાં મૃત્યુ

ચીનમાં પત્તાંના મહેલની માફક બિલ્ડિંગ્સ તૂટ્યાં, ૧૨૭નાં મૃત્યુ

Published : 20 December, 2023 09:45 AM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬.૨ની તીવ્રતાના ભૂકંપને કારણે ભારે વિનાશ થયો, ૫૦૦થી વધુ લોકોને ઈજા થઈ

ચીનમાં જિશિશાન કાઉન્ટીમાં ભૂકંપમાં તૂટેલા એક ઘરના કાટમાળને જોઈ રહેલો રેસ્ક્યુ ટીમનો મેમ્બર.

ચીનમાં જિશિશાન કાઉન્ટીમાં ભૂકંપમાં તૂટેલા એક ઘરના કાટમાળને જોઈ રહેલો રેસ્ક્યુ ટીમનો મેમ્બર.


બીજિંગ: ઉત્તરપશ્ચિમ ચીનનો પર્વતીય એરિયા શક્તિશાળી ભૂકંપથી હચમચ્યો હતો. સોમવારે મોડી રાતે ૬.૨ની તીવ્રતાવાળા આ ભૂકંપને કારણે અનેક બિલ્ડિંગ્સ ધરાશાયી થઈ ગયાં હતાં, જેમાં ઓછામાં ઓછા ૧૨૭ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું કન્ફર્મ થયું છે અને ૫૦૦થી વધુ લોકોને ઈજા થઈ છે.  અંતરિયાળ જિશિશાન કાઉન્ટીમાં અત્યંત ઠંડીમાં રેસ્ક્યુ ઑપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે ત્યારે મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. અત્યંત ઠંડી અને પર્વતીય પ્રદેશને કારણે અસરગ્રસ્તોને શોધવામાં મુશ્કેલી થઈ રહી છે.

વૉટર સપ્લાય, ઇલેક્ટ્રિસિટી, કમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક્સને પણ નુકસાન થયું છે. જેને લીધે લોકોની મુશ્કેલી વધી છે.ચીનની સરકારી ન્યુઝ એજન્સી શીનહુઆએ જણાવ્યું હતું કે ‘ભૂકંપને કારણે ઘરો ધ્વસ્ત થઈ ગયાં હતાં. જેના કારણે નોંધપાત્ર નુકસાન થયું છે. લોકો સેફ્ટી માટે સ્ટ્રીટ્સમાં દોડી ગયા હતા.’સરકારી ન્યુઝપેપર પીપલ્સ ડેઇલીની સાથે જોડાયેલા એક સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ૩૦ વર્ષની એક યુવતીએ એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે ‘હું મોતના મુખમાંથી માંડ બચી હતી. ઘરમાંથી દોડી કે તરત જ છત તૂટી ગઈ હતી.’
શિનહુઆએ વધુમાં જણાવ્યું હતું કે એપિસેન્ટરથી ૫૭૦ કિલોમીટરના અંતરે આવેલા શાનશી પ્રોવિન્સના સિટી શિયાનમાં પણ ભૂકંપ અનુભવાયો હતો.



શરૂઆતમાં આવેલા ભૂકંપ બાદ ઓછી તીવ્રતાવાળા અનેક આફ્ટરશૉક્સ આવ્યા હતા. અધિકારીઓએ ચેતવણી આપી છે કે આગામી થોડા દિવસ સુધી પાંચ કે એનાથી વધુ તીવ્રતાવાળા આંચકા આવી શકે છે.શીનહુઆએ જણાવ્યું હતું કે એપિસેન્ટરની આસપાસનાં અનેક ગામોમાં પાવર અને વૉટર સપ્લાય ખોરવાઈ ગયો છે. ઇમર્જન્સી સર્વિસિસે તૈયાર કરેલા ટેન્ટ્સમાં લોકો રહે છે.
સ્થાનિક સમય અનુસાર સોમવારે રાતે ૧૧.૫૯ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ગનસુમાં સેંકડો લોકોને સ્થળાંતર કરીને સેફ જગ્યાઓએ પહોંચાડવામાં આવ્યા છે.


ચીનમાં અવારનવાર ભૂકંપ આવે છે
ચીનમાં ભૂકંપ અવારનવાર ત્રાટકે છે. ઑગસ્ટમાં ચીનના પૂર્વ વિસ્તારમાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ૨૩ જણને ઈજા થઈ હતી અને કેટલીક બિલ્ડિંગ્સ ધ્વસ્ત થઈ હતી. સપ્ટેમ્બર ૨૦૨૨માં સિચુઆન પ્રોવિન્સમાં ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ૧૦૦ જણનાં મોત થયાં હતાં. ૨૦૦૮માં ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ૮૭,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા કે મિસિંગ થયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2023 09:45 AM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK