અમેરિકાનાં નાણાપ્રધાન સ્કૉટ બેસેન્ટે કરી જાહેરાત
અમેરિકાના નાણાપ્રધાન સ્કૉટ બેસેન્ટ
અમેરિકાના નાણાપ્રધાન સ્કૉટ બેસેન્ટે જણાવ્યું હતું કે જો અમેરિકાની સુપ્રીમ કોર્ટ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની પારસ્પરિક ટૅરિફને ફગાવી દે તો અમેરિકા લગભગ ૫૦ ટકા ટૅરિફ પરત કરશે.
આ મુદ્દે બેસેન્ટે વધુમાં જણાવ્યું હતું કે ‘મને વિશ્વાસ છે કે ટ્રમ્પનો ટૅરિફ-પ્લાન સુપ્રીમ કોર્ટમાં જીતશે, પરંતુ ચેતવણી આપી હતી કે જો તેઓ હારી જશે તો અમેરિકાને મોટા પાયે રીફન્ડ આપવાની ફરજ પડશે.’


