Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ડોનલ્ડ ટ્રમ્પે ક્યુબા પર મૈત્રીપૂર્ણ કબજો કરવાની વાત કરી

ડોનલ્ડ ટ્રમ્પે ક્યુબા પર મૈત્રીપૂર્ણ કબજો કરવાની વાત કરી

Published : 01 March, 2026 09:44 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે શુક્રવારે ક્યુબાના મૈત્રીપૂર્ણ કબજાની સંભાવના વ્યક્ત કરી હતી

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે શુક્રવારે ક્યુબાના મૈત્રીપૂર્ણ કબજાની સંભાવના વ્યક્ત કરી હતી. વાઇટ હાઉસ ખાતે પત્રકારોને તેમણે જણાવ્યું હતું કે ‘વિદેશપ્રધાન માર્કો રુબિયો આ મુદ્દાને ખૂબ જ ઉચ્ચ સ્તરે ઉકેલી રહ્યા છે. ક્યુબન સરકાર અમારી સાથે વાત કરી રહી છે અને તેઓ ખૂબ જ મુશ્કેલીમાં છે. તેમની પાસે પૈસા નથી, તેમની પાસે તેલ નથી, તેમની પાસે ખોરાક નથી. તેઓ ખરેખર હાલમાં એક ઊંડી મુશ્કેલીમાં મુકાયેલો દેશ છે અને તેઓ અમારી મદદ ઇચ્છે છે. તેઓ અમારી સાથે વાત કરી રહ્યા છે અને કદાચ આપણે ક્યુબાનો મૈત્રીપૂર્ણ કબજો મેળવીશું.’

ટ્રમ્પે ક્યુબાને એક નિષ્ફળ રાષ્ટ્ર તરીકે વર્ણવ્યું હતું જેને પરિવર્તનની જરૂર છે અને ઉમેર્યું હતું કે ‘હું નાનો હતો ત્યારથી જ આ દેશની મુશ્કેલીઓ વિશે સાંભળતો આવ્યો છું. જે થઈ રહ્યું છે એને હું જોઈ શકું છું. માર્કો રુબિયો એના પર ખૂબ જ ઉચ્ચ સ્તરે કામ કરી રહ્યા છે’ 



ક્યુબાએ કર્યો ઇનકાર


આ મુદ્દે ક્યુબા સરકારે કહ્યું છે કે એ અમેરિકા સાથે કોઈ પણ ઉચ્ચ સ્તરની વાતચીત કરી રહ્યું નથી, પરંતુ એણે એવા અહેવાલોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા નથી કે અમેરિકન અધિકારીઓ ક્યુબાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રાઉલ કૅસ્ટ્રોના પૌત્ર રાઉલ ગિલેર્મો રૉડ્રિગ્ઝ કૅસ્ટ્રો સાથે અનૌપચારિક વાતચીતમાં હોઈ શકે છે. એક અહેવાલ મુજબ માર્કો રુબિયોએ ક્યુબાના ભૂતપૂર્વ નેતાના પૌત્ર સાથે ગુપ્ત વાતચીત કરી છે. સેન્ટ કિટ્સ અને નેવિસમાં રુબિયોના નજીકના અમેરિકન અધિકારીઓએ પૌત્ર સાથે ફરીથી મુલાકાત કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2026 09:44 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK