પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ઇચ્છા મુજબ આ ફેરફાર થઈ રહ્યો છે. તેમણે આ નામ બદલવાના આદેશ પર હસ્તાક્ષર પણ કર્યા છે.
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
અમેરિકામાં સંરક્ષણ વિભાગ (ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ)નું નામ હવે બદલીને યુદ્ધ મંત્રાલય (ડિપાર્ટમેન્ટ ઑફ વોર) રાખવામાં આવી રહ્યું છે. આ સાથે ડિફેન્સ મિનિસ્ટરને હવે વૉર મિનિસ્ટર કહેવામાં આવશે. હાલના સંરક્ષણપ્રધાન પીટ હેગસેથને હવે સત્તાવાર રીતે યુદ્ધપ્રધાન કહેવામાં આવશે. પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ઇચ્છા મુજબ આ ફેરફાર થઈ રહ્યો છે. તેમણે આ નામ બદલવાના આદેશ પર હસ્તાક્ષર પણ કર્યા છે.
આ નામ બદલવા પાછળ એક ઐતિહાસિક સંદર્ભ પણ છે. અગાઉ અમેરિકામાં લગભગ ૧૫૮ વર્ષ એટલે કે ૧૭૮૯થી ૧૯૪૭ સુધી આ વિભાગ સત્તાવાર રીતે વૉર ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાતો હતો.
ADVERTISEMENT
ડોનલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા પછી પીટ હેગસેથે એક વિડિયો શૅર કર્યો હતો જેમાં કર્મચારીઓ ડિફેન્સ સેક્રેટરીની નેમપ્લેટ દૂર કરતા અને તેમની ઑફિસની બહાર વૉર સેક્રેટરીની નેમપ્લેટ લગાવતા જોવા મળ્યા હતા.


