આ પગલાને કારણે મોટી IT આઉટસોર્સિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવતા H-1B રજિસ્ટ્રેશનમાં ૯૨ ટકાનો ઘટાડો થયો છે
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના પ્રશાસને H-1B વીઝા માટે ૧,૦૦,૦૦૦ ડૉલર (આશરે ૯૫.૯૩ લાખ રૂપિયા)ની ચુકવણીની જરૂરિયાતને વધુ એક વર્ષ માટે લંબાવી છે. ૨૦૨૫માં દાખલ કરવામાં આવેલી આ ફીની મુદત આ મહિને પૂરી થવાની હતી. આ વ્યવસ્થા હવે ૨૦૨૭ની ૨૧ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. જોકે રાહતની વાત એ છે કે નિયમો બધા H-1B કેસોમાં સમાન રીતે લાગુ થશે નહીં અને એમાં કેટલાક અપવાદો છે. નવા H-1B વીઝા માટે સ્પૉન્સર કરનારા નોકરીદાતાઓએ આ ફી ચૂકવવાની રહેશે.
વાઇટ હાઉસના જણાવ્યા અનુસાર H-1B વીઝા પ્રોગ્રામનો દુરુપયોગ અટકાવવા અને અમેરિકન કામદારોના રોજગારને સુરક્ષિત રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રશાસનનું કહેવું છે કે કેટલીક ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) સ્ટાફિંગ અને આઉટસોર્સિંગ કંપનીઓ અમેરિકન કર્મચારીઓને ઓછા પગારવાળા વિદેશી કામદારોથી બદલી રહી હતી.
ADVERTISEMENT
આ પગલાને કારણે મોટી IT આઉટસોર્સિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવતા H-1B રજિસ્ટ્રેશનમાં ૯૨ ટકાનો ઘટાડો થયો છે. H-1B વીઝા પ્રોગ્રામનો સૌથી મોટો લાભાર્થી સમૂહ ભારતીયો છે.આ મુદતવધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે મૂળ ફીને બે ફેડરલ અદાલતોમાં પડકારવામાં આવી રહી છે. તાજેતરના આદેશોમાં નોકરીદાતાઓ પર વધુ કડક દેખરેખ રાખવાની પણ વાત કરવામાં આવી છે, જેમાં સમાન હોદ્દા ધરાવતા અમેરિકન કામદારોની તાજેતરની અથવા આયોજિત છટણીની તપાસનો પણ સમાવેશ થાય છે.
