ડોનલ્ડ ટ્રમ્પે ફરી પરમાણુ યુદ્ધ રોકવાનો દાવો કર્યો
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરીને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનું શ્રેય લઈ રહ્યા છે ત્યારે ફરી એક વાર તેમણે વેપાર-કરારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘જો તેઓ સંઘર્ષ બંધ નહીં કરે તો અમેરિકા બન્ને દેશો સાથે વેપાર બંધ કરશે. મને જે કરાર પર સૌથી વધુ ગર્વ છે તે એ છે કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવા સક્ષમ હતા. અમેરિકા ભારત અને પાકિસ્તાન સાથે વેપાર-કરાર કરવા જઈ રહ્યું છે. મને તેમના પર ગર્વ છે. અમે વેપાર દ્વારા પરમાણુ યુદ્ધની આશંકાને રોકવામાં સફળ રહ્યા. બન્ને દેશો વચ્ચે યુદ્ધનો ઇતિહાસ રહ્યો છે. દર વખતે એ બન્ને ગોળીબાર બાદ સમાધાન કરવા પર રાજી રહ્યા છે, પરંતુ અમે વેપાર દ્વારા સમાધાન કરાવ્યું તેથી મને એના પર ખૂબ જ ગર્વ છે. કોઈ પણ આ વિશે વાત નહીં કરે, પરંતુ પાકિસ્તાન અને ભારત વચ્ચે ખૂબ જ ખતરનાક સંઘર્ષ ચાલી રહ્યો હતો. એ બન્ને પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે. જોકે હવે સ્થિતિ યોગ્ય છે. પાકિસ્તાનના પ્રતિનિધિ આવનારા અઠવાડિયે વૉશિંગ્ટન આવી રહ્યા છે. અમે ભારત સાથે પણ કરારની ખૂબ નજીક છીએ.’


