China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે ઓછામાં ઓછા 111 લોકોના મોત થયા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.
ભૂકંપની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- ચીનમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવાયા થયો હતો
- ભૂકંપને કારણે 111 લોકોના મોત તો 200થી પણ વધુ લોકો ઘાયલ થયા
- અનેક ઇમારતોને નુકસાન થયું તો પાણી અને વીજળીની વ્યવસ્થાઓ પણ ઠપ થઈ
ચીનમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા (China Earthquake)ના અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે ઓછામાં ઓછા 111 લોકોના મોત થયા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ ભૂકંપને કારણે 200થી વધુ લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે.
આ ભૂકંપના આંચકા (China Earthquake) ઉત્તર પશ્ચિમ ચીનમાં સોમવારે મોડી રાત્રે આવ્યા હતા. પ્રાપ્ત અહેવાલો અનુસાર સોમવારે મોડી રાત્રે ચીનના ગાંસુ પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ સ્થાનિક કટોકટી વ્યવસ્થાપન અને ફાયર વિભાગના અધિકારીઓ સહિત બચાવ કાર્યકરોને તૈનાત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
એવું પણ જણાવાઈ રહ્યું છે કે આ ભૂકંપની તીવ્રતા (China Earthquake) 6.2 જેટલી જોરદાર હતી કે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ સાથે જ ઈમારતો ધરાશાયી થવાને કારણે અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. મૃત્યુની સંખ્યા અત્યારે તો 111 હોવાનું સામે આવ્યું છે. કિંઘાઈ પ્રાંતમાં મિન્હે કાઉન્ટી અને ઝુનહુઆ સલાર ઓટોનોમસ કાઉન્ટીમાં બે લોકોના મોત થયા છે.
અનેક ઇમારતો થઈ ધ્વસ્ત
સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ ચીનના ગાંસુ પ્રાંતમાં આવેલા ભૂકંપ (China Earthquake)માં મૃત્યુઆંક વધીને 111 થઈ ગયો છે. આ સાથે જ 200થી પણ વધુ લોકો ઘાયલ થયા છે. એસ જીઓલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર ચીનના લાન્ઝોઉથી 102 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છ માઈલની ઊંડાઈએ હતું.
રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર કિંઘાઇ પ્રાંતના હૈડોંગ શહેરમાં પણ 11 લોકોના મોત થયા છે અને 100થી પણ વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપ (China Earthquake)ના કારણે ધરાશાયી થયેલા મકાનો સહિત વ્યાપક નુકસાન થયું છે અને લોકો સલામતી માટે શેરીઓમાં બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપ બાદ મંગળવારની વહેલી સવારથી બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે, જીવ બચાવવા અને ભૂકંપથી પ્રભાવિત લોકોને રાહત આપવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તંબુ, ફોલ્ડિંગ બેડ અને રજાઇઓ વગેરે ઘટના સ્થળ પર પહોંચાડવામાં આવી રહી છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે, તેમણે મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે પગલાં લેવાના નિર્દેશો પણ આપ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ચીનમાં આવેલા ભૂકંપથી વ્યાપક નુકસાન થયું છે
ચીનમાં આવેલા ભૂકંપ (China Earthquake)ના કારણે ગાંસુમાં 100 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ક્વિંઘાઈમાં 11 લોકોના મોત થયા છે. આ સાથે જ ગાંસુમાં 96 અને કિંઘાઈમાં 124 લોકો ઘાયલ થયા છે.
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ચીનના અધિકારીઓનું કહેવું છે કે ભૂકંપ (China Earthquake)ના કારણે ઘણું નુકસાન થયું છે. પાણી અને વીજળીની વ્યવસ્થાઓ પણ ઠપ થઈ ગઈ છે. આ સાથે જ ટ્રાન્સપોર્ટેશન અને કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન થયું છે.
