Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કેલિફોર્નિયામાં ગોળીબાર : 5ના મોત, 6 લોકોની હાલત ગંભીર

કેલિફોર્નિયામાં ગોળીબાર : 5ના મોત, 6 લોકોની હાલત ગંભીર

Published : 24 August, 2023 10:45 AM | IST | Los Angeles
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં આવેલા બાઈકર્સ બારમાં એક નિવૃત્ત કાયદા અધિકારી દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ગોળીબારને કારણે કેટલાક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


કેલિફોર્નિયા (California)ના ઓરેન્જ કાઉન્ટીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બાઈકર્સ બારમાં એક નિવૃત્ત કાયદા અધિકારી દ્વારા ગોળીબાર (California Shooting) કરવામાં આવ્યો છે. આ ગોળીબારને કારણે કેટલાક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 

મળતી માહિતી મુજબ આ ગોળીબારને કારણે પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એટલું જ નહીં આ ગોળીબારમાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બાર પર એક નિવૃત્ત અધિકારીએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારના અહેવાલ અનુસાર છ લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વાત પણ સામેલ છે. 



આ ગોળીબાર (California Shooting) વખતે ઘણા લોકો ત્યાં હાજર હતા એવી માહિતી ઓરેન્જ કાઉન્ટી શેરિફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું, જોકે, શેરિફની ઓફિસમાંથી હજી સુધી વધુ વિગતો આપવામાં આવી નથી. 


એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગોળીબાર ટ્રાબુકો કેન્યોનમાં કુક કોર્નર તરીકે ઓળખાતા બાઇકર્સ બારમાં કરવામાં આવ્યો હતો. યુએસ મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શૂટરને ડેપ્યુટીઓ દ્વારા ગોળી મારવામાં આવી હતી. ગોળી વાગવાથી છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

અચાનકથી થયેલા આ ગોળીબાર (California Shooting)માં કુલ 11 લોકો ભોગ બન્યા હતા. જ્યારે કોઈ જ કાયદા અમલીકરણ ડેપ્યુટીઓને ઈજા થઈ નથી. મળતા અહેવાલ અનુસાર એક નિવૃત્ત કાયદા અમલીકરણ અધિકારી અને તેની પત્ની વચ્ચે થયેલા ઘરેલું મામલાને કારણે આ ગોળીબાર થયો હતો. 


જ્યાં ગોળીબાર કરવામાં આવ્યો હતો તે જગ્યા અલ ટોરો, સેન્ટિયાગો કેન્યોન અને લાઈવ ઓક કેન્યોન રસ્તાઓના જંકશન પર આવેલી છે. કૂક્સ કોર્નર ઓ’નીલ પાર્કથી થોડાક જ અંતર પર આવેલું છે. ઉપરાંત આ જગ્યા લોસ એન્જલસની દક્ષિણમાં આશરે 50 માઈલ દૂર સ્થિત છે.

કેલિફોર્નિયા રાજ્યના સેનેટર ડેવ મિને આ દુ:ખદ ઘટના (Crime News) વિશે પોતાનો પ્રતિભાવ આપતા હાલના ટ્વિટર પર જણાવ્યું હતું કે, “આ વખતે ઓરેન્જ કાઉન્ટીના મધ્યમાં આવેલા ઐતિહાસિક બાર કુક કોર્નર ખાતે થયેલો ગોળીબાર (California Shooting) ખરેખર ભયંકર હતો. રાત્રે થયેલા આ વધુ એક સામૂહિક ગોળીબારના સમાચારથી હું સ્તબ્ધ થઈ ગયો છું. મારી ટીમ આ ઘટના પર નજર રાખી રહી છે. મેં પણ આ ઘટના પર વધુ તપાસ માટે  આદેશ આપ્યો છે. કાયદાના અમલીકરણને ટેકો આપવા માટે અમે બનતું જે કંઈ થઈ શકશે તે બધું કરીશું.”

સીબીએસ લોસ એન્જલસ દ્વારા સૌપ્રથમ ઐતિહાસિક બાઈકર્સ બાર પર જે ગોળીબાર (California Shooting) કરવામાં આવ્યો તેની જાણ કરવામાં આવી હતી. શરૂઆતમાં માત્ર પાંચ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ હતા. સાથે જ આ ગોળીબાર કરનારને પણ ડેપ્યૂટીઓ દ્વારા ગોળી મારવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2023 10:45 AM IST | Los Angeles | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK