બલૂચ લિબરેશન આર્મીએ મૅગ્નેટિક બૉમ્બથી હત્યા કરી પાકિસ્તાની આર્મીના ટોચના અધિકારીની
પાકિસ્તાની આર્મીના મેજરની કાર સાથે બૉમ્બ અટૅચ કરીને બ્લાસ્ટ
બલૂચ લિબરેશન આર્મી (BLA)ના ફાઇટર્સે ગઈ કાલે ક્વેટામાં પાકિસ્તાની સેનાના મેજર અનવર કાકરની મૅગ્નેટિક બૉમ્બથી હત્યા કરી હતી. ક્વેટાના અલ જબલ વિસ્તારમાં થયેલો આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે અનવર કાકરનું તાત્કાલિક મૃત્યુ થયું હતું. BLAએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને કહ્યું હતું કે આ એક મુખ્ય લશ્કરી અધિકારી પર લક્ષ્યાંકિત હુમલો હતો. આ ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ હતી. એના ફુટેજમાં જોઈ શકાય છે કે એક બાઇકર મેજરના વાહ સાથે બૉમ્બ અટૅચ કરીને આગળ નીકળી જાય છે અને પછી તરત જ બ્લાસ્ટ થાય છે.


