Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાએ ચૂપચાપ ટ્રેડ-ડીલની શરતોની ભાષા હળવી કરી

અમેરિકાએ ચૂપચાપ ટ્રેડ-ડીલની શરતોની ભાષા હળવી કરી

Published : 12 February, 2026 09:04 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત અમેરિકા પાસેથી ૫૦૦ અબજ ડૉલરની ખરીદીના કમિટમેન્ટને બદલે ઇરાદો ધરાવે છે એવું લખ્યું, દાળ ખરીદવા વિશેનો ઉલ્લેખ હટી ગયો

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ​​(USTR)એ એના સત્તાવાર ઍક્સ અકાઉન્ટ પરથી ભારતનો એ નકશો હટાવી દીધો છે જેમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK) અને અક્સાઇ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યાં હતાં. આ નકશો ભારત-અમેરિકા ટ્રેડ-ડીલની જાહેરાત સાથે ૭ ફેબ્રુઆરીએ પોસ્ટ કરવામાં આવ્યો હતો અને એણે વ્યાપક ચર્ચા જગાવી હતી. જોકે નકશો હટાવવા અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. બીજી તરફ અમેરિકાએ ટ્રેડ-ડીલની શરતો પણ ચૂપચાપ બદલી નાખી છે જેમાં શરતોની ભાષા હળવી કરવામાં આવી છે. કમિટમેન્ટને બદલે ઈરાદો ધરાવે છે જેવાં શબ્દો વાપરવામાં આવ્યાં. દાળ વિશેની શરતમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

પ્રતિબદ્ધને બદલે હવે ઇરાદો ધરાવે છે



ટ્રેડ-ડીલની ફૅક્ટ શીટમાં પણ જે શરતો લખવામાં આવી હતી એમાં સુધારો કરી દેવામાં આવ્યો છે. પહેલાં એમ લખવામાં આવ્યું હતું કે ભારત અમેરિકા પાસેથી ૫૦૦ અબજ ડૉલરનાં ઉત્પાદનો ખરીદવા ‘પ્રતિબદ્ધ’ છે, પણ હવે એને બદલે લખવામાં આવ્યું છે કે ભારત આટલા મૂલ્યનાં અમેરિકન ઉત્પાદનો ખરીદવાનો ‘ઇરાદો ધરાવે છે.’ આ શબ્દોથી ભારતને ફાયદો થવાનો છે.


દાળનો ઉલ્લેખ હટાવ્યો

ફૅક્ટ શીટમાં કરવામાં આવેલી અમેરિકન ઉત્પાદનોની સૂચિમાંથી દાળનો ઉલ્લેખ હટાવી દેવામાં આવ્યો છે, જેના પર ભારતે ટૅરિફ ખતમ કરવાની અથવા ઓછી કરવાની વાત કહી હતી. ફૅક્ટ શીટમાં પ્રોડક્ટ કૅટેગરીના લિસ્ટમાંથી અગ્રિકલ્ચરલ શબ્દ પણ હટાવી દેવામાં આવ્યો છે. પહેલાં જાહેર કરવામાં આવેલા દસ્તાવેજમાં લખવામાં આવ્યું હતું કે ભારત તમામ અમેરિકન ઔદ્યોગિક માલ અને ખાદ્ય અને કૃષિઉત્પાદનોની વિશાળ શ્રેણી, જેમાં ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેન (DDG), લાલ જુવાર, બદામ, તાજાં અને પ્રોસેસ્ડ ફળો, ચોક્કસ દાળ, સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટ અને વધારાનાં ઉત્પાદનો પર ટૅરિફ દૂર કરશે અથવા ઘટાડશે.


અમેરિકાનો યુ ટર્ન : અખંડ ભારતનો નકશો હટાવ્યો

અગાઉ અમેરિકા ભારતનો નકશો પ્રકાશિત કરે તો PoK અને અક્સાઇ ચીનને અલગ રંગો અથવા ડૉટેડ લાઇનો દ્વારા અલગથી દર્શાવવામાં આવતાં હતાં અને આને વિવાદિત વિસ્તારો તરીકે દર્શાવતા હતા. ટ્રેડ-ડીલ બાદ પ્રકાશિત કરવામાં આવેલા ભારતના નકશામાં આવાં કોઈ નિશાનો અથવા રેખાઓ નહોતી. એને બદલે સમગ્ર પ્રદેશને ભારતનો અભિન્ન ભાગ તરીકે દર્શાવવામાં આવ્યો હતો. આ ફેરફાર બાદ ઘણા નિષ્ણાતોએ કહ્યું હતું કે પાકિસ્તાન અને ચીન સાથેના અમેરિકાના સંબંધોમાં તનાવ વચ્ચે આ પગલું ભારતને સમર્થન આપવાનો સંકેત હોઈ શકે છે. કેટલાક લોકોએ કહ્યું કે એ ભૂલથી પોસ્ટ કરવામાં આવ્યું હતું. આ બધી અટકળો વચ્ચે હવે USTRએ આ પોસ્ટ હટાવી દીધી છે. 

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 09:04 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK