જાફર એક્સપ્રેસનું રેસ્ક્યુ ઑપરેશન સમાપ્ત, ૨૧ યાત્રીઓના જીવ ગયા
હાઇજૅકરોના સકંજામાંથી છૂટ્યા પછી પ્રવાસીઓ.
પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ હાઇજૅક કરનારા બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના તમામ ૩૩ જણનો પાકિસ્તાની સૈન્યનાં એર ફોર્સ, ફ્રન્ટિયર કોર અને સ્પેશયલ સર્વિસ ગ્રુપ દ્વારા ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં જોકે ટ્રેનમાં મુસાફરી કરતા ૨૧ જણનાં મૃત્યુ થયાં છે. પ્રવાસીઓને હાઇજૅકરોના સકંજામાંથી છોડાવવા માટેનું ઑપરેશન ૩૦ કલાક ચાલ્યું હતું. સૈન્યએ કહ્યું હતું કે એના ૪ જવાનોના જીવ ગયા છે.
ભારતનો હાથ હોવાનો દાવો
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાએ જાફર એક્સપ્રેસ હાઇજૅક કરવાના મુદ્દે ભારત પર નિરાધાર આરોપ લગાવતાં કહ્યું હતું કે આ હુમલા પાછળ ભારતનો હાથ છે, અફઘાનિસ્તાનની અંદરથી ભારત આવા હુમલાનું સંચાલન કરે છે.

