વિમાનમાંથી નાઇટ સ્કાય જોઈ રહેલા આ બાળકની તસવીર તેના પિતાએ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને આ તસવીર હવે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે.
ત્રણ વર્ષના બાળકનો ફોટો તેના ૪૩ વર્ષના પિતા કાન્ગ કોએ શૅર કર્યો હતો
સાઉથ કોરિયામાં જેજુ ઍરનું વિમાન ઍરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું એમાં સૌથી નાની ઉંમરનો પ્રવાસી ત્રણ વર્ષનો હતો અને તે પોતાની પહેલી વિદેશી યાત્રા પરથી પાછો ફરી રહ્યો હતો. વિમાનમાંથી નાઇટ સ્કાય જોઈ રહેલા આ બાળકની તસવીર તેના પિતાએ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને આ તસવીર હવે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે.
હાર્ટ બ્રેકિંગ ફોટો
ADVERTISEMENT
ત્રણ વર્ષના બાળકનો ફોટો તેના ૪૩ વર્ષના પિતા કાન્ગ કોએ શૅર કર્યો હતો. કાન્ગ અને તેની ૩૭ વર્ષની પત્ની જિન લી સીઑન ત્રણ વર્ષના પુત્ર સાથે ક્રિસમસ વેકેશનમાં થાઇલૅન્ડ ફરવા ગયાં હતાં. તેમનો દીકરો વિમાનની બારીમાંથી નાઇટ સ્કાય જોઈ રહ્યો છે એ ફોટો સહિત ઘણા ફોટો આ કપલે સોશ્યલ મીડિયામાં શૅર કર્યા હતા. આ ફોટો શૅર કરતાં કૅપ્શનમાં હૃદયને સ્પર્શે એ રીતે લખવામાં આવ્યું છે કે મારો દીકરો પહેલી વાર નાઇટ ફ્લાઇટમાં વિદેશ જઈ રહ્યો છે અને તેના પહેલા પાસપોર્ટમાં એક પણ સ્ટૅમ્પ નથી.
આ પોસ્ટ સાથે ટ્રિપને લગતા બીજા ઘણા ફોટો પણ શૅર કરવામાં આવ્યા છે. આ કપલે થાઇલૅન્ડની ટ્રિપ કરી હતી અને દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં તેઓ પાછાં ફર્યાં હતાં. સાઉથ કોરિયાના મુઆન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર થયેલી દુર્ઘટનામાં વિમાનના ૧૮૧ પૈકી ૧૭૯ લોકો મૃત્યુ પામ્યા હતા.
કાન્ગ કો કીઆ ટાઇગર્સ નામની પ્રોફેશનલ બેઝબૉલ ટીમના પ્રમોશન ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલો હતો. તેની સાથે કામ કરનારા સહકર્મીઓએ પણ આ પરિવારને શ્રદ્ધાંજલિ આપી હતી.
માનવ શરીરનાં ૬૦૦ અંગો મળ્યાં
દુર્ઘટના સ્થળે માનવ શરીરનાં ૬૦૦ અંગો મળી આવ્યાં છે અને તેથી કયા પ્રવાસીનું કયું અંગ છે એ સમજાઈ શકાય એમ નથી. આથી સત્તાવાળાઓ સમક્ષ કોઈને પણ ડેડ-બૉડી આપતી વખતે યોગ્ય અંગ સાથેની બૉડી અપાઈ કે નહીં એ ચેક કરવાનો નવો પડકાર ઊભો થયો છે. હૉસ્પિટલની બહાર એક મધ્યમ વયના માનવીએ સવાલ કર્યો હતો કે તમે મારા સ્વજનનાં અંગો બરાબર ચેક કરીને તેની બૉડી સાથે જોડીને આપશોને?