ચીનમાં કોરોનાના દૈનિક કેસ મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં વિક્રમજનક સ્તરે પહોંચ્યા છે.

બીજિંગમાં ગઈ કાલે કોરોનાને રોકવા માટેનાં નિયંત્રણોને કારણે પ્રોટેક્ટિવ સૂટ્સમાં વર્કર્સ.
બીજિંગ ઃ ચીનમાં કોરોનાના દૈનિક કેસ મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં વિક્રમજનક સ્તરે પહોંચ્યા છે. આ સાથે જ ચીનમાં મોટા પાયે સામૂહિક ટેસ્ટિંગ, લૉકડાઉન અને ટ્રાવેલિંગ પર નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.
હેલ્થ ઑથોરિટીઝે ગઈ કાલે જણાવ્યું હતું કે ચીનમાં રેકૉર્ડ નવા ૩૧,૪૪૪ કેસ નોંધાયા છે, જેમાંથી ૨૭,૫૧૭ કેસમાં દરદીઓમાં કોઈ લક્ષણો નથી. જોકે આ સંખ્યા ચીનની ૧.૪ અબજની વસ્તીની સરખામણીમાં ખાસ્સી ઓછી છે.
ચીનમાં ઝીરો કોવિડ પૉલિસી હેઠળ થોડા ઘણા કેસ આવે તો પણ આખેઆખા શહેરોના લોકોને તેમનાં ઘરોમાં કેદ કરી લેવામાં આવે છે અને સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવનારી વ્યક્તિઓને ક્વૉરન્ટીન કરી દેવામાં આવે છે. કોરોનાની મહામારી શરૂ થયાના ત્રીજા વર્ષે પણ આકરાં નિયંત્રણોની સ્થિતિ યથાવત્ રહેવાના કારણે લોકોમાં ભારે આક્રોશની
સ્થિતિ છે.