નવા આધુનિક પાસપોર્ટને પ્રિન્ટ કરવાનાં મશીન માટે ભંડોળ ફાળવવા સરકાર પાસે નાણાં નથી
પ્રતીકાત્મક તસવીર
નાણાભીડનો સામનો કરી રહેલા પાકિસ્તાનના આશરે આઠ લાખ લોકો નવા પાસપોર્ટની રાહ જોઈ રહ્યા છે, કારણ કે નવા આધુનિક પાસપોર્ટને પ્રિન્ટ કરવાનાં મશીન માટે ભંડોળ ફાળવવા સરકાર પાસે નાણાં નથી. નવા આધુનિક પાસપોર્ટ ઇશ્યુ કરવા માટેનાં મશીનની ખરીદીની ટેન્ડર-પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે તથા ઑર્ડર પણ આપવામાં આવ્યા છે, પણ સરકારના નાણાવિભાગે ૨.૯ અબજ પાકિસ્તાની રૂપિયાનું ભંડોળ આપ્યું નથી એથી પાસપોર્ટ પ્રિન્ટ કરવા માટેનાં મશીન ઉપલબ્ધ થયાં નથી એને લીધે મોટું બૅકલૉગ ઊભું થયું છે. જે મશીનો ઑર્ડર કરવામાં આવ્યાં છે એ દરરોજ ૪૦થી ૪૨ હજાર પાસપોર્ટ પ્રિન્ટ કરી શકશે.