ગ્લોબલ વૉર્મિંગને કારણે દરેક પ્રદેશની આબોહવામાં ધરખમ ફેરફારો થઈ રહ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
મોટા ભાગે યુરોપિયન દેશો ઠંડા હવામાન માટે જાણીતા છે, પરંતુ ગ્લોબલ વૉર્મિંગને કારણે દરેક પ્રદેશની આબોહવામાં ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. બાવીસ ડિસેમ્બરે છપાયેલા નેચર મેડિસિન નામના જર્નલના રિપોર્ટ મુજબ ૨૦૨૨થી ૨૦૨૪ દરમ્યાન ગરમીના મહિનાઓમાં ૧,૮૧,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. ઠંડક માટે જાણીતા યુરોપિયન દેશો ગરમીની સીઝનમાં વધુ ને વધુ ગરમ થઈ રહ્યા છે એને કારણે ૨૦૨૪માં ગરમીને કારણે ૬૨,૭૦૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો. મરનારાઓમાં સૌથી વધુ મહિલાઓ અને વૃદ્ધો હતાં. સ્પેનની બાર્સેલોના ઇન્સ્ટિટ્યૂટ ફૉર ગ્લોબલ હેલ્થ દ્વારા ૩૨ યુરોપિયન દેશોનો ડેટા એકઠો કરી એનું વિશ્લેષણ કરીને આ આંકડો તારવવામાં આવ્યો છે.


