Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વર્ચ્યુઅલ લૅન્ડ માટે ૩૨.૨૦ કરોડની ડીલ

વર્ચ્યુઅલ લૅન્ડ માટે ૩૨.૨૦ કરોડની ડીલ

07 December, 2021 10:41 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેટાવર્સમાં ઇન્વેસ્ટર્સ વર્ચ્યુઅલ લૅન્ડનું ખરીદ-વેચાણ કરી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દુનિયાભરમાં અનેક લોકો અત્યારે ન ફક્ત વર્ચ્યુઅલ કરન્સીમાં, પરંતુ વર્ચ્યુઅલ લૅન્ડમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે જે મામલે મેટાવર્સે ખાસ ધ્યાન ખેંચ્યું છે. આ વર્ચ્યુઅલ યુનિવર્સમાં કેટલીક રિયલ એસ્ટેટ ડીલ્સની અમાઉન્ટ સૌને આશ્ચર્યમાં મૂકી રહી છે. ઇન્વેસ્ટર્સ વર્ચ્યુઅલ લૅન્ડ ખરીદવા-વેચવા માટે કોશિશ કરી રહ્યા છે ત્યારે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં કરોડો રૂપિયાની ડીલ થઈ ચૂકી છે. 
સૌપ્રથમ મેટાવર્સ વિશે આછેરો ખ્યાલ મેળવીએ તો મેટાવર્સ એટલે એક એવું આભાસી વિશ્વ કે જેમાં વ્યક્તિ પોતાના ઘરે કે બીજા કોઈ પણ સ્થળેથી ઇન્ટરનેટ પરના વિશ્વમાંની પોતાની ઑફિસમાં કામ કરવા વર્ચ્યુઅલ અવતાર ધારણ કરીને ઉપસ્થિત થઈ શકે, ઇચ્છે એ સ્થળે જઈ શકે, કોઈને પણ મળી શકે, ટ્રાવેલિંગ કરી શકે. આ દુનિયામાં લોકો 3D ટેક્નૉલૉજીના ઉપયોગ સાથે એકબીજાની સાથે વ્યાપક રીતે વર્ચ્યુઅલી કનેક્ટ થઈ શકે છે જેના માટે વર્ચ્યુઅલ રિયલિટી હેડસેટ, ઓગ્મેન્ટેડ રિયલિટી ગ્લાસ, સ્માર્ટફોન ઍપ્સ કે અન્ય ડિવાઇસિસની જરૂર પડે છે.
હવે મેટાવર્સમાં રિયલ એસ્ટેટ ડીલ્સની વાત કરીએ તો અહીં કોઈ પ્લૉટ વેચવામાં આવે તો એ વર્ચ્યુઅલ લૅન્ડ પર માત્ર એના ઓનરના જ અધિકારો રહે છે. અહીં કેટલીક ડીલ્સ પર એક નજર કરીએ...
૩૨.૨૦ કરોડની ડીલ
સેન્ડબૉક્સ મેટાવર્સ કંપનીએ ૩૦ નવેમ્બરે ૪૩ લાખ ડૉલર (૩૨.૨૦ કરોડ રૂપિયા)માં વર્ચ્યુઅલ લૅન્ડનો એક પ્લૉટ વેચીને એક નવો રેકૉર્ડ બનાવ્યો હતો. વર્ચ્યુઅલ રિયલ એસ્ટેટના ડેવલપર અને ઇન્વેસ્ટર રિપબ્લિક રિલ્મે સેન્ડબૉક્સ પાસેથી આ લૅન્ડ ખરીદી હોવાનું જણાવાયું છે. રિપબ્લિક રિલ્મ ૧૯ આભાસી દુનિયામાં ડિજિટલ લૅન્ડના ૨૫૦૦ પ્લૉટ્સ ધરાવે છે. 
નવેમ્બરમાં ૧૮.૨૧ કરોડની ડીલ
ડિસેન્ટ્રલૅન્ડે હજી ગયા અઠવાડિયામાં જ અંદાજે ૨૪.૩ લાખ ડૉલર (૧૮.૨૧ કરોડ રૂપિયા)માં મેટાવર્સમાં એક પ્લૉટ વેચીને તમામ રેકૉર્ડ તોડ્યા હતા. ટોકન્સડૉટકૉમ કંપનીની પેટા-કંપની મેટાવર્સ ગ્રુપે આ લૅન્ડ ખરીદી હતી જે ડિસેન્ટ્રલૅન્ડના વર્ચ્યુઅલ ફેશન ડિસ્ટ્રિક્ટમાં સ્થિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 
નવેમ્બરમાં જ ૧૭.૨૩ કરોડની ડીલ
નવેમ્બરમાં જ મેટાવર્સમાં બીજી એક વધુ રકમની વર્ચ્યુઅલ લૅન્ડની ડીલ થઈ હતી. બ્લૉકચેઇન બેઝ્ડ ગેમ કંપની એક્સિ ઇન્ફિનિટીએ અંદાજે ૨૩ લાખ ડૉલર (૧૭.૨૩ કરોડ રૂપિયા)માં એક ડિજિટલ પ્લૉટ વેચ્યો હતો. 
જૂનમાં ૬.૭૪ કરોડની ડીલ
ડિસેન્ટ્રલૅન્ડે ૧૬ એકરની ડિજિટલ લૅન્ડ માટે ૯ લાખ ડૉલર (૬.૭૪ કરોડ રૂપિયા)ની ડીલ કરી હતી. રિપબ્લિક રિલ્મે આ લૅન્ડ ખરીદી હતી. 

ક્યાંક ફુગ્ગો તો નહીં ફૂટેને?
મેટાવર્સમાં રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ એ અટકળોથી ભરપૂર છે. એનો ફુગ્ગો ફૂટી જશે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે ટેક્નૉલૉજિસ્ટ્સ માને છે કે મેટાવર્સ આગામી થોડાં વર્ષોમાં જ ફુલ્લી કાર્યરત ઇકૉનૉમી બની જશે. 



ડિજિટલ વર્લ્ડમાં ક્રિપ્ટોનું ચલણ
આ ડિજિટલ વર્લ્ડમાં ક્રિપ્ટોકરન્સી ચાલે છે, કેમ કે મેટાવર્સમાં ફાઇનૅન્સ બ્લૉકચેઇન આધારિત છે જેમાં બૅન્ક જેવી થર્ડ પાર્ટીની જરૂર નથી. 


કયા હેતુ માટે વર્ચ્યુઅલ લૅન્ડ ખરીદવામાં આવે છે?

- બ્લૉકચેઇન ટેક્નૉલૉજીની શોધથી વર્ચ્યુઅલ એસેટ્સની માલિકી સિક્યૉર અને સેફ ટ્રાન્ઝેક્શન બની છે. વર્ચ્યુઅલ લૅન્ડને જુદા-જુદા હેતુઓ માટે ખરીદાય છે.


- બિઝનેસિસ ચલાવવા કે અન્ય બિઝનેસિસ માટે લૅન્ડ લીઝ પર આપવા

- પ્રોફેશનલ કે સોશ્યલ ગેધરિંગ હૉસ્ટ કરવા

- ઍડ્વેન્ચર પાર્ક ક્રીએટ કરવા માટે

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2021 10:41 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK