અયોધ્યામાં એક તરફ શ્રી રામનું ભવ્ય મંદિર (રામ મંદિર) બનાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ હવે ભગવાન શ્રી કૃષ્ણનો ઈતિહાસ દુનિયા સમક્ષ રજૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ છે. હવે એક એવી સિસ્ટમ બનવા જઈ રહી છે, જેના દ્વારા તમે તે શહેરને પોતાની આંખોથી જોઈ શકશો.