ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) રૂરકીના સંશોધકોએ એક સમયે અસ્તિત્વ ધરાવતા સૌથી મોટા સાપ પૈકીના એકના અવશેષો શોધી કાઢ્યા હતાં. જે અંદાજે 47 મિલિયન વર્ષો પહેલા જીવન જીવતાં હતા. પ્રોફેસર સુનિલ બાજપાઈ અને પોસ્ટ-ડોક્ટરલ ફેલો દેબજીત દત્તાની આગેવાની હેઠળની આ શોધ સંસ્થાના નોંધપાત્ર અશ્મિના તારણોના સંગ્રહમાં મહત્વનો ફાળો આપે છે. ઓળખાયેલ આ સાપ `વાસુકી ઇન્ડિકસ` જે મધ્ય ઇઓસીન યુગ દરમિયાન હાલના ગુજરાતમાં રહેતો હતો. લુપ્ત થઈ ગયેલ Madatsoidae સર્પ ફેમિલી સાથે સંબંધિત વાસુકી ઇન્ડિકસ ભારત માટે વિશિષ્ટ વંશનું પ્રતિનિધિત્વ કરે છે. તેનું મૂળ નામ વાસુકીના નિરૂપણ પરથી લેવામાં આવ્યું છે. વાસુકી ઇન્ડિકસની આશ્ચર્યજનક શોધ આશરે 15 મીટર જેટલી લાંબી હોવાનો અંદાજ છે.