ચક્રવાત બિપરજોયની તીવ્રતાને ધ્યાનમાં રાખતા ICG દ્વારા 50 કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે. ગુજરાતના ઓખા નજીક દ્વારકાના દરિયા કિનારે કાર્યરત જેક-અપ રિગ `કી સિંગાપોર`માંથી તમામ 50 કર્મચારીઓને 13 જૂને બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને ભારતીય કોસ્ટ ગાર્ડના એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સાવચેતીના પગલાં માટે NDRFની ટીમો ગુજરાતના દ્વારકામાં તૈનાત કરવામાં આવી છે. ગુજરાતના નવસારીમાં લોકો દરિયા કિનારે ના જાય તે માટે દરિયાકાંઠે પોલીસ તૈનાત કરવામાં આવી છે.














