Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં બાગેશ્વર બાબા, કહ્યું- `હિન્દુસ્તાન જ નહીં પાકિસ્તાનને પણ બનાવીશું હિન્દુ રાષ્ટ્ર્ર`

ગુજરાતમાં બાગેશ્વર બાબા, કહ્યું- `હિન્દુસ્તાન જ નહીં પાકિસ્તાનને પણ બનાવીશું હિન્દુ રાષ્ટ્ર્ર`

29 May, 2023 11:02 AM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આ દિવસોમાં ગુજરાતના (Bageshwar Baba Gujarat visit)પ્રવાસે છે. આ દરમિયાન તેમણે સુરતમાં હિન્દુ રાષ્ટ્રને લઈને મોટું નિવેદન આપ્યું છે.

ગુજરાતમાં બાગેશ્વર બાબા

ગુજરાતમાં બાગેશ્વર બાબા


પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી (Pandit Dhirendra Shastri)તેમના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં, બિહાર(Bihar)માં બાગેશ્વર બાબા દ્વારા `પાગલ` શબ્દના ઉપયોગને લઈને હંગામો થયો હતો. તે જ સમયે, હવે તેમનું વધુ એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. વાસ્તવમાં, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આ દિવસોમાં ગુજરાતના (Bageshwar Baba Gujarat visit)પ્રવાસે છે. આ દરમિયાન તેમણે સુરતમાં હિન્દુ રાષ્ટ્રને લઈને મોટું નિવેદન આપ્યું છે. સાથે જ ગુજરાતની જનતાને ગાંડા કહીને સંબોધિત કર્યા. પરંતુ ઘણા દિવસો વીતી જવા છતાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આ નિવેદન પર સોશિયલ મીડિયામાં હંગામો મચી ગયો છે.

વાસ્તવમાં, અમદાવાદના વટવા ખાતે આયોજિત દેવકી નંદન ઠાકુરની શિવપુરાણ કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ `ગુજરાતના પાગલો કેમ છો?` કહીને સંબોધનની શરૂઆત કરી હતી. આ પછી તેમણે ગુજરાતને ભક્તિની ભૂમિ કહીને નમન પણ કર્યા હતા. આ દરમિયાન તેમણે માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી હતી. હવે આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર સતત ચર્ચા થઈ રહી છે.


વીડિયોમાં શાસ્ત્રીને એમ કહેતા સાંભળી શકાય છે કે, `ગુજરાત કે પાગલો કૈસે હો? તેમણે વધુમાં કહ્યું કે એક વાત તમારે જીવનમાં યાદ રાખવી જોઈએ કે અમે ન તો પૈસા માંગવા આવ્યા છીએ કે ન તો ઈજ્જત. અમે અમારા ખિસ્સામાંથી તમને હનુમાન આપવા આવ્યા છીએ. એટલું જ નહીં, તેમણે કહ્યું કે તમે એક વાત યાદ રાખો, જે દિવસે ગુજરાતના લોકો એક થઈ જશે તે દિવસે માત્ર ભારત જ નહીં, પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.


આ પણ વાંચો: હવે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર માટે બીજેપીનું ખુલ્લેઆમ સમર્થન

ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ 


બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના 7 જૂન સુધી ગુજરાતના ચાર શહેરોમાં કાર્યક્રમો યોજાનાર છે. સુરત બાદ અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં પણ બાબાનો દરબાર યોજાશે. અમદાવાદમાં 29 અને 30 મેના રોજ દરબાર યોજાશે. 1લી અને 2જી જૂને રાજકોટમાં અને 3જીથી 7મી જૂન દરમિયાન વડોદરામાં રહેશે.

26 મેના રોજ સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે મારો કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ સંબંધ નથી. હું માત્ર એક જ પક્ષનો છું. એ પક્ષ બજરંગ બલીનો છે. ગુજરાતની જનતા માટે તેમણે કહ્યું હતું કે ગુજરાતની જનતાને જીતવી મુશ્કેલ છે. ગુજરાતની ધરતીને નમન કરું છું. અહીંથી લોકો વિશ્વભરમાં પહોંચે છે. તમારા પર જીત મેળવવી મુશ્કેલ છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંબાજીમાં માતાજીનાં દર્શન કર્યાં


બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. તેમણે ગઈ કાલે શક્તિપીઠ અંબાજીમાં અંબા માતાજીનાં દર્શન કર્યાં હતાં અને પૂજા કરી હતી. બાબા અંબાજીમાં પહોંચતાં ભક્તોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. અંબાજી મંદિર ટ્રસ્ટે માતાજીની ચૂંદડી ઓઢાડીને ધીરેન્દ્રનું સ્વાગત કર્યું હતું.  

29 May, 2023 11:02 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK