અમદાવાદમાં રિવરફ્રન્ટના પ્રિમાઇસિસમાં ડ્રગ્સનું સેવન થાય છે

અમદાવાદના રિવરફ્રન્ટ (તસવીર સૌજન્ય : ગુજરાતી મિડ-ડે)
અમદાવાદ : ગુજરાતમાં આવેલા અમદાવાદના રિવરફ્રન્ટમાં ડ્રગ્સનું સેવન થતું હોવાનું અને ડ્રગ્સ સેવન માટે વપરાતા ગોગો રોલપેપરના મુદ્દે ગઈ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સામાન્ય સભા સમરાંગણ જેવી બની ગઈ હતી. શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ધક્કામુક્કી થતાં તેમ જ હડસેલા મારવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. એએમસીની સામાન્ય સભાના મુદ્દે વિપક્ષી નેતા શહઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતાં મીડિયાને કહ્યું હતું કે ‘અમદાવાદમાં રિવરફ્રન્ટના પ્રિમાઇસિસમાં ડ્રગ્સનું સેવન થાય છે. કૉન્ગ્રેસે આ મુદ્દો બોર્ડમાં ઉજાગર કર્યો હતો અને ડ્રગ્સ લેવા માટે ગોગા પેપરનો ઉપયોગ થાય છે એ બતાવ્યો હતો.’ અમદાવાદના મેયર કિરીટ પરમારે મીડિયાને કહ્યું હતું કે વિપક્ષી નેતા પાયાવિહોણા આક્ષેપ કરે છે.