નવસારીના વાંસી બોરસી ગામમાં નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસને આડે હાથ લઈને વાક્પ્રહાર કરતાં આક્ષેપ કર્યો કે કૉન્ગ્રેસ પાસે આજે મોદીને ગાળ બોલવા સિવાય દેશના ભવિષ્ય માટે કોઈ એજન્ડા નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અમદાવાદ : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવસારીના વાંસી બોરસી ગામમાં જનસભા સંબોધતાં કૉન્ગ્રેસને આડે હાથ લઈને વાક્પ્રહાર કરવા સાથે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘સાથીઓ, તમે જોયું હશે કે કેવી રીતે કૉન્ગ્રેસના લોકો મોદીની જાતિને પણ ગાળ આપે છે, પણ કૉન્ગ્રેસ ભૂલી જાય છે કે જેટલી ગાળ આપશે, ૪૦૦ પારનો સંકલ્પ એટલો મજબૂત થશે. જેટલો કાદવ ફેંકશે, ૩૭૦ કમળ એટલા શાનથી ખીલશે. કૉન્ગ્રેસ પાસે આજે મોદીને ગાળ બોલવા સિવાય દેશના ભવિષ્ય માટે કોઈ એજન્ડા નથી.’



