Navsari Sexual Crime: યુવતીને બ્લીડિંગ થયાં બાદ તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- બ્લીડિંગ શરૂ થયા બાદ તેના બોયફ્રેન્ડે ઉપાય શોધવામાં ઓનલાઈન માથાકૂટ કરી
- અસાવધ રીતે થયેલી હત્યા અને પુરાવા નષ્ટ કરવાના આરોપ સાથે બોયફ્રેન્ડની ધરપકડ
- પીડિતાના મૃતદેહને ફોરેન્સિક ટેસ્ટ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે
ગુજરાતના નવસારીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં હૉટલમાં એક યુવક સાથે શારીરિક સંબંધ બાંધવા આવેલી યુવતીનું ચોંકાવનારું મોત (Navsari Sexual Crime) થયું છે.
એવા અહેવાલો સામે આવ્યા છે કે સેક્સ કરતી વખતે યુવતીના પ્રાઈવેટ પાર્ટમાંથી અતિશય બ્લીડિંગ થવા લાગ્યું હતું અને આ જ કારણોસર તેનું મોત થયું છે. આ યુવતીને બ્લીડિંગ થયાં બાદ તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના સામે આવતા પોલીસે ઘટનાસ્થળે આવી ગઈ હતી અને તેઓએ મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સુદ્ધાં મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો આ ચોંકાવનારો ખુલાસો
યુવતીની ડેડ બૉડીનું પોસ્ટમોર્ટમ થયા બાદ આવેલો રિપોર્ટ જણાવે છે કે સેક્સ (Navsari Sexual Crime) દરમિયાન યુવતીના પ્રાઈવેટ પાર્ટમાંથી વધારે પ્રમનમાં બ્લીડિંગ થવા લાગ્યું હતું. આ અતિશય બ્લીડિંગને કારણે યુવતીનું મોત થયું હતું. આ ખુલાસા બાદ પોલીસે યુવતીના બોયફ્રેન્ડની ધરપકડ કરી લીધી હતી અને તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી.
તબીબી સારવાર લેવામાં મોડું થયું અને યુવતીનું મોત થયું
પ્રાપ્ત માહિતી અનુસાર હેમરેજિક શોકને કારણે યુવતીનું પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું. જોકે, બ્લીડિંગ શરૂ થયા બાદ તેના બોયફ્રેન્ડે એમ્બ્યુલન્સને બોલાવવાને બદલે ઉપાય શોધવામાં ઓનલાઈન માથાકૂટ કરવામાં જ 90 મિનિટ બગડી દીધી હતી.
અત્યારે તો આ મામલે (Navsari Sexual Crime) 26 વર્ષના વ્યક્તિને હથકડી પહેરાવવામાં આવી છે. અસાવધ રીતે થયેલી હત્યા અને પુરાવા નષ્ટ કરવાના આરોપ સાથે આ યુવક પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.
યુવકે મિત્રને તેડાવ્યો અને યુવતીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી પણ..
પોલીસ અધિકારીઓ જણાવે છે કે યુવતીને જ્યારે બ્લીડિંગ શરૂ થયું ત્યારબાદ તબીબી સહાય લેવામાં અતિશય મોડું કરવામાં આવ્યું અને એ જ કારણોસર યુવતીનું મોત થયું છે. આ સાથે યુવતીના બોયફ્રેન્ડ પર એવા પણ આરોપ મુકાયા છે કે તેણે યુવતીની હાલત ગંભીર હોવા છતાં સેકસ (Navsari Sexual Crime) કર્યું હતું. વળી તેણે યુવતીના પ્રાઇવેટ પાર્ટમાંથી સતત થઈ રહેલ રક્તસ્રાવને રોકવા માટે કપડાંનો ઉપયોગ કર્યો હતો. જોકે, ઘણા બધા પ્રયાસ કરવા છતાં યુવતીનું બ્લીડિંગ બંધ થયું નહોતું અને તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ આ યુવકે તેના કોઈ મિત્રને હોટલમાં બોલાવ્યો અને તેને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોકટરોએ યુવતીને મૃત જાહેર કરી હતી.અત્યારે યુવતીના 26 વર્ષીય બોયફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે દોષિત હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાના મૃતદેહને ફોરેન્સિક ટેસ્ટ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.