Mumbai Sexual Crime:
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈમાં વધુ એક ચોંકાવનારો બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈમાં (Mumbai Sexual Crime) ત્રણ શિક્ષકો દ્વારા એક વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ મામલે મુંબઈ પોલીસે ત્રણ શિક્ષકોની ધરપકડ કરી છે અને વધુ એક આરોપી ફરાર થઈ જતાં તેની શોધ લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 13 વર્ષની છોકરીનું તેના ત્રણ ટ્યુશન શિક્ષકો દ્વારા અનેક વખત જાતીય શોષણ (Mumbai Sexual Crime) કરવામાં આવ્યું હતું. આ અંગે ફરિયાદ બાદ તરત જ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હાલ ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગૌતમ, તરુણ રાજપુરોહિત અને સત્ય રાજે સગીરાનું યૌન શોષણ કરવાનની સાથે તેને અશ્લીલ તસવીરો અને વીડિયો પણ બતાવ્યા હતા. ગૌતમ અને તરુણ રાજપુરોહિતની 28 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને સોમવાર સુધી કસ્ટડીમાં રાખવામાં આવશે. સત્ય રાજની ધરપકડ માટેની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
પીડિતાનું અનેક વખત આ નરાધમોએ જાતીય શોષણ કર્યું હતું. પીડિતાની માતા ફરિયાદ નોંધાવવા માટે શરૂઆતમાં આનાકાની કરતી હતી, પરંતુ કાઉન્સેલરે તેને સમજાવવી પડી હતી. અમે છોકરીનું નિવેદન નોંધ્યું (Mumbai Sexual Crime) છે. આરોપી તેને બેડરૂમની અંદર લઈ જતાં હતા અને તેને અયોગ્ય અને અશ્લીલ તસવીરો અને વીડિયો પણ બતાવતા હતા." એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ તેના માતાપિતાના છૂટાછેડા અને ઘરમાં પુરૂષની હાજરીના અભાવને કારણે છોકરીની સંવેદનશીલ પરિસ્થિતિનો લાભ લઈને તેની સાથે ઘણી વખત આ કૃત્ય કર્યું હતું. આરોપીઓ પર પોક્સો એક્ટની કલમ 354 (આક્રમક/ગુનાહિત બળ), 376 (2) (બળાત્કાર), 377 (અકુદરતી સેક્સ) અને 12, 4, 8 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે અને હવે ધરપકડ કરાયેલા સહિત ફરાર આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવવાની છે.
સગીરાનું જાતીય શોષણ કરવાની વધુ એક ઘટના મુંબઈમાં બની હતી જેમાં દક્ષિણ મુંબઈના ભાયખલા વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની દાઉદી વહોરા સમાજની કિશોરી (Mumbai Sexual Crime) પર એક સગીર અને તેના બે સુન્ની મુસ્લિમ યુવકોએ ત્રણ મહિના સુધી બળાત્કાર કરીને પીડિતાને બ્લૅકમેઇલ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાયખલા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પીડિતાના ન્યુડ ફોટો-વીડિયો લઈને એ જાહેર કરવાની ધમકી આપીને તેને બ્લૅકમેઇલ કરતા હતા એટલે મજબૂર પીડિતા તેના ઘરમાંથી ચોરી કરવી પડી હતી. ચોરી પકડાઈ ગયા બાદ તેણે તેની મમ્મીને બળાત્કારની વાત કરી ત્યારે તેની મમ્મીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું.