Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઇસ્કૉન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલે જામીન અરજી પરત ખેંચી

ઇસ્કૉન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલે જામીન અરજી પરત ખેંચી

Published : 21 December, 2023 10:32 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમામ દલીલો પૂર્ણ થયા બાદ આજે હાઈ કોર્ટ ચુકાદો આપવાની હતી. પરંતુ હાઈ કોર્ટની સુનાવણી પહેલાં તેણે જામીન અરજી પરત ખેંચી છે.

તથ્ય પટેલ

તથ્ય પટેલ


અમદાવાદઃ અમદાવાદના ચકચારી એવા ઇસ્કૉન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક આવ્યો છે. ઇસ્કૉન અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલે જામીન અરજી પરત ખેંચી છે. તેણે ગુજરાત હાઈ કોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચી છે. તમામ દલીલો પૂર્ણ થયા બાદ આજે હાઈ કોર્ટ ચુકાદો આપવાની હતી. પરંતુ હાઈ કોર્ટની સુનાવણી પહેલાં તેણે જામીન અરજી પરત ખેંચી છે. તથ્ય પટેલને હજી જેલમાં રહેવું પડશે. અગાઉ તથ્ય પટેલની ઉંમરને ધ્યાનમાં રાખીને જામીન આપવા હાઈ કોર્ટમાં બચાવપક્ષની રજૂઆત કરાઈ હતી પરંતુ વારંવાર અકસ્માત સર્જ્યો હોવાથી જામીન નહીં આપવા માટે સરકારી વકીલે દલીલ કરી હતી. હાઈ કોર્ટમાં તથ્ય પટેલના જામીન વિશે સુનાવણી મુલતવી રાખી હતી. હવે સુનાવણી પહેલાં જ તથ્ય પટેલની જામીન અરજીને પરત ખેંચવામાં આવી છે. અહીં નોંધનીય છે કે ઇસ્કૉન બ્રિજ અકસ્માતમાં નવ જણનાં મોત થયાં હતાં, જ્યારે ૧૩ જણને ઈજા પહોંચી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2023 10:32 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK