અમદાવાદના સાબરમતી પાસે બુલેટ ટ્રેનનું સૌપ્રથમ ટર્મિનલ સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું છે
આ સ્ટેશન જોઈને આફરીન પોકારી જવાય
અમદાવાદના સાબરમતી પાસે બુલેટ ટ્રેનનું સૌપ્રથમ ટર્મિનલ સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું છે અને આ ભવ્ય સ્ટેશનનો વિડિયો રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે શૅર કર્યો હતો. આ અત્યાધુનિક સ્ટેશન બનાવતી વખતે પ્રવાસીઓની કમ્ફર્ટનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આધુનિકતા અને હેરિટેજ બન્નેનું મિશ્રણ એવું આ સ્ટેશન જોઈને આફરીન પોકારી જવાય.



