૬ ઇંચથી વધુ અને ૭ તાલુકામાં ૮ ઇંચથી વધુ વરસાદચાર ઇંચથી વધુ વરસાદમાં અમદાવાદ પાણી-પાણીઅનેક નદી, નાળાં, વોકળા છલકાયાં
સરદાર સરોવર ડૅમના ૨૩ દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું
ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં વડોદરાના પાદરામાં સૌથી વધુ ૧૧ ઇંચ જેટલો વરસાદ ખાબક્યોવડોદરા અને બોરસદમાં સાડાદસ ઇંચ, નડિયાદ અને મોરવાહડફમાં ૯ ઇંચથી વધુ, આણંદ અને ખંભાતમાં ૯ ઇંચ જેટલો વરસાદ પડતાં જનજીવન ખોરંભે પડ્યું ૪૩ તાલુકામાં ૪ ઇંચથી વધુ, ૨૦ તાલુકામાં
૬ ઇંચથી વધુ અને ૭ તાલુકામાં ૮ ઇંચથી વધુ વરસાદચાર ઇંચથી વધુ વરસાદમાં અમદાવાદ પાણી-પાણીઅનેક નદી, નાળાં, વોકળા છલકાયાં
ADVERTISEMENT
સરદાર સરોવર ડૅમના ૨૩ દરવાજા ખોલવામાં આવ્યાઆજે ગુજરાતની સ્કૂલોમાં રજાનવસારી જિલ્લામાં ૧૫૦૦થી વધુ નાગરિકોનું સ્થળાંતરવડોદરામાં બાજવા રેલવે-સ્ટેશન પર પાણી ભરાઈ જતાં રેલવ્યવહારને અસર

નવસારીમાંથી લોકોને સલામત સ્થળે ખસેડતા નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના જવાનો

lઉકાઇ ડેમમાંથી પાણીની આવક વધતાં તાપી નદીમાં પાણી છોડાતાં તાપી નદી બે કાંઠે વહેતી થતાં સુરતના કાંઠા વિસ્તારમાં પાણી આવવાની શક્યતાને ધ્યાનમાં લઈને કતારગામ, અડાજણ અને પાલ વિસ્તારમાંથી ૧૫૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું.
lસરદાર સરોવર ડૅમના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના કારણે ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલાં પાણીના કારણે સરદાર સરોવર ડૅમની સપાટીમાં સતત વધારો થતાં ડૅમના ૨૩ દરવાજા ૨.૨ મીટર ખોલ્યા હતા અને ૩.૯૫ લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. પાણી છોડવામાં આવતાં હેઠવાસનાં ગામોને અલર્ટ કરાયાં હતાં.

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં
lસરદાર સરોવર ડૅમના ૨૩ દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડાતાં સહેલાણીઓ ડૅમ સાઇટ પર ડૅમમાંથી નીચે પડતાં પાણીનો નયનરમ્ય નઝારો જોવા પહોંચી ગયા હતા.
lનર્મદા જિલ્લાના કરજણ ડૅમ તેમ જ કડાણા અને પાનમ ડૅમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું હતું.
lનવસારી જિલ્લામાં અંબિકા, પૂર્ણા અને કાવેરી નદી ભયજનક સપાટીથી ઉપર વહેતાં આ નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીઓમાં પૂર આવતાં કાંઠા વિસ્તારોમાંથી ૧૫૭૩ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લામાંથી નાગરિકોનું રેસ્ક્યુ કરાયું હતું
lનવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવતાં નવસારી જિલ્લાના ૩ સ્ટેટ હાઇવે, ૬ જિલ્લાના રસ્તા તેમ જ ૧૧૦ પંચાયત હસ્તકના રસ્તાઓ પર પૂરનાં પાણી ફરી વળતાં આ રસ્તાઓ સલામતીનાં કારણસર બંધ કરવા પડ્યા હતા.


