સરકારી વકીલે કોર્ટને આશ્વસ્ત કરી છે કે લૅન્ડ રેવન્યુ કોડની ધારા ૨૦૨ મુજબ આશ્રમને નવેસરથી નોટિસ આપવામાં આવશે
આસારામ આશ્રમ
ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસના વડપણ હેઠળની ખંડપીઠે અમદાવાદના આસારામના આશ્રમની અપીલને ફગાવી દીધી છે.
ગુજરાત હાઈ કોર્ટમાં ચાલી રહેલા અમદાવાદના આસારામના આશ્રમના કેસમાં બે જજોની ખંડપીઠે સિંગલ જજના એ ફેંસલાને કાયમ રાખ્યો છે જેમાં કલેક્ટરે જમીન પાછી લેવાના આદેશને સાચો ઠેરવ્યો હતો. હાઈ કોર્ટે સખત ટિપ્પણી કરતાં નોંધ્યું હતું કે આશ્રમે ન ફક્ત સરકારી શરતોનું ઉલ્લંઘન કર્યું છે, બલ્કે સાબરમતી નદીની જમીન પર પણ ગેરકાયદે કબજો કર્યો છે. સરકારી વકીલે કોર્ટને આશ્વસ્ત કરી છે કે લૅન્ડ રેવન્યુ કોડની ધારા ૨૦૨ મુજબ આશ્રમને નવેસરથી નોટિસ આપવામાં આવશે, જે પછી જમીનનો કબજો પાછો લેવામાં આવશે.
