° °

આજનું ઇ-પેપર
Monday, 06 February, 2023


પત્ની રિવાબાની જીત પર ગદગદ થયા Ravindra Jadeja, જુઓ આ પોસ્ટ

09 December, 2022 01:59 PM IST | Jamnagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રિવાબા(Rivaba)એ પોતાના સ્પર્ધક આમ આદમી પાર્ટીના કરશનભાઈને 53 હજાર કરતાં અધિક મતોથી પરાજય કર્યા છે. રિવાબાને 88,835 મત મળ્યા છે.

રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજા (તસવીર: સૌજન્ય રવિન્દ્ર જાડેજા ટ્વિટર) Gujarat Election

રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજા (તસવીર: સૌજન્ય રવિન્દ્ર જાડેજા ટ્વિટર)

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Election 2022)નું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. 27 વર્ષોથી ગુજરાતની સત્તા પર આસીન ભારતીય જનતા પાર્ટી(BJP)એ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતા 182માંથી 156 બેઠકો પર વિજય મેળવ્યો છે. આ પરિણામો બાદ આગામી પાંચ વર્ષ સુધી ગુજરાતમાં ભાજપનું રાજ રહેશે.આમ, જોઈએ તો ભાજપે ગુજરાતમાં પહેલી વાર 156 જેટલી અધિક બેઠકો પર કબ્જો મેળવ્યો છે, જે આ પાર્ટી માટે એક સપના સમાન હતું. 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેટલાય મોટા ચહેરાઓએ જીત હાંસિલ કરી છે. જેમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા(Ravindra jadeja)ના પત્ની રિવાબા જાડેજા પણ સામેલ છે, જેમણે જામનગર નોર્થ સીટ પર જીત હાંસિલ કરી છે. રિવાબા(Rivaba)એ પોતાના સ્પર્ધક આમ આદમી પાર્ટીના કરશનભાઈને 53 હજાર કરતાં અધિક મતોથી પરાજય કર્યા છે. રિવાબાને 88,835 મત મળ્યા છે, જ્યારે કે કરશનભાઈને 35265 મત મળ્યા. 

આ પણ વાંચો:Gujarat Election Result:રવિન્દ્ર જાડેજાના પ્રચાર ફિલ્ડિંગની કેવી રહી અસર? જાણો રિવાબાની સ્થિતિ

રિવાબાની જીત બાદ રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરી પત્નીની જીત પર જામનગર વાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે. જાડેજાએ ટ્વિટ કરી લખ્યું છે," હેલો MLA, તમે આના સાચા હકદાર છો. જામનગરની જનતા જીતી ગઈ છે. હું તમામ લોકોને હ્રદયપૂવર્ક આભાર વ્યક્ત કરું છું. આશાપુરા માતાને વિનંતી છે, જામનગરમાં ખુબ જ સરસ કામો થશે, જય માતાજી."

વ્યવસાયે ક્રિકેટર જાડેજાએ છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટના જુનુનને ત્યાગી પત્ની રિવાબાની જીતમાં લાગી ગયા હતાં. તેઓ પ્રચાર માટે રોડ શૉમાં પણ ઉતર્યા હતાં. તેમણે મતદારોને ભરોસો અપાવ્યો હતો કે જેવી રીતે તે ક્રિકેટથી ધમાલ મચાવે છે તેવી જ રીતે રિવાબા પણ પોતાના ક્ષેત્રમાં વિકાસના કામો કરવામાં સફળ રહેશે. આ દરમિયાન જાડેજાએ પોતાના ફેન્સને ઑટોગ્રાફ્સ પણ આપ્યા હતાં. 

આ પણ વાંચો:Gujarat Election Result: `કેસરિયા તેરા ઈશ્ક હૈ દિખા...` ક્યાંક ઠુમકા તો ક્યાંક ફટાકડાથી ઉજવણી

રિવાબા માટે આ જીત ખુબ જ મહત્વની છે, કારણ કે પહેલા જ પ્રયાસમાં તેમણે આ વિજય મેળવ્યો છે. જો કે, પહેલાથી રિવાબાનું વલણ ભાજપ તરફી રહ્યું છે. તે સૌરાષ્ટ્રની કરણી સેનાના અધ્યક્ષા પણ રહી ચુક્યા છે. આ વર્ષની શરૂઆતથી જ રિવાબા ચૂંટણી લડશે તેવી અટકળો વહેતી થઈ હતી.  

09 December, 2022 01:59 PM IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાનું ક્રિકેટ-સટ્ટા રૅકેટ ઝડપ્યું

ગુજરાતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના ક્રિકેટ-સટ્ટા બૅટિંગનું રૅકેટ ઝડપ્યું છે.

05 February, 2023 09:49 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

હિલેરી ક્લિન્ટન ગુજરાતનાં મહેમાન બનશે, ઇલા ભટ્ટને અંજલિ આપશે

આજથી બે દિવસની વિઝિટ દરમ્યાન તેઓ ધ્રાંગધ્રાની મુલાકાત લેશે અને ‘સેવા’ની ગ્રામીણ પહેલના ભાગરૂપે આગરિયાઓ સાથે વાતચીત કરશે

05 February, 2023 09:17 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

કચ્છના રણમાં યોજાશે ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક

G20 અંતર્ગત ૭થી ૯ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનારી આ બેઠકમાં દેશ-વિદેશના પ્રતિનિધિઓ ભાગ લેવા આવશે

04 February, 2023 12:01 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK