° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


૯૬ વર્ષનાં દેવબાઈએ કહ્યું, મેં મત આપીને મારી ફરજ અદા કરી છે

02 December, 2022 11:33 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સિનિયર સિટિઝન વોટર્સે રંગ રાખ્યો અને બીજા મતદાતાઓને પ્રોત્સાહિત કર્યા

કચ્છના માધાપરનાં દેવબાઈ માધાપરિયા Gujarat Election

કચ્છના માધાપરનાં દેવબાઈ માધાપરિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગઈ કાલે યોજાયેલા મતદાનમાં સિનિયર સિટિઝન વોટર્સે રંગ રાખ્યો હતો. કોઈક વૃદ્ધ તેમની જાતે તો કોઈક તેમના ફૅમિલી સભ્યની સાથે મતદાન મથક સુધી પહોંચ્યા હતા.

કચ્છના માધાપરમાં રહેતાં ૯૬ વર્ષનાં દેવબાઈ માધાપરિયા પણ મતદાન કરીને બીજા મતદારો માટે ઉદાહરણરૂપ બન્યાં હતાં. મતદાન મથકમાં મતદાન કરીને બહાર આવેલાં દેવબાઈ માધાપરિયાએ કહ્યું હતું કે હું પ્રથમ ચૂંટણીથી હંમેશાં મતદાન કરતી આવી છું. આજદિન સુધી હું મતદાન કરવાનું ચૂકી નથી. અત્યારે ઉંમરના કારણે ચાલી નથી શકાતું, પણ પરિવારની મદદથી વ્હીલ-ચૅરમાં બેસીને મતદાન કરવા આવી છું. હું યુવા મતદારોને અપીલ કરુ છું કે પોતાનો મત આપીને ચૂંટણીમાં સ​િક્ર‌ય ભાગીદારી નોંધાવો.

02 December, 2022 11:33 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠક જીતીને હૅટ-ટ્રિક કરવાનું બીજેપીનું લક્ષ્ય

વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થાય એ રીતે લોકસભાની ચૂંટણી જીતવાનો ટાર્ગેટ રખાયો સુરેન્દ્રનગરમાં બીજેપીની કાwરોબારીમાં

25 January, 2023 10:35 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

ઈસુદાન ગઢવીને બનાવ્યા આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ

આમ આદમી પાર્ટીએ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર દેખાવ કર્યો હતો

05 January, 2023 11:39 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા દ્વારકામાં તૈયાર કરાશે

ગુજરાત બીજેપીએ ચૂંટણી પહેલાં કરેલા સંકલ્પને કરાશે સાકાર : ગુજરાતમાં વિદ્યાર્થીઓને ગીતાજ્ઞાન આપવાની જાહેરાત પણ કરાઈ

23 December, 2022 12:17 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK