અમદાવાદઃ અનેક સોસાયટીઓ જોઈ રહી છે રીડેવલપમેન્ટની રાહ
જૂની સોસાયટીઓને છે રીડેવેલપમેન્ટની રાહ(પ્રતિકાત્મક તસવીર)
જૂની સોસાયટીઓ, જેમાંથી અનેક તો શહેરની ઓળખ સમાન છે તેઓ હવે રીડેવલપમેન્ટની રાહ જોઈ રહી છે. અમદાવાદમાં લગભગ 800 એની સોસાયટીએ પુનઃનિર્માણ માટે બિલ્ડરનો સંપર્ક સાધવાની શરૂઆત કરી છે. પહેલી મેએ રાષ્ટ્રપતિએ આ બિલને મંજૂરી આપી હતી.
જૂની સોસાયટીઓને પુનઃ નિર્માણની રાહ
800 સોસાયટીઓમાંથી 700 સોસાયટીઓ તો એવી છે જે 25 કરતા વધારે વર્ષ જૂની છે. જ્યારે બાકીની એવી જે જેને 2001ના ભૂકંરમાં નુકસાન થયું હતુ. શહેરના પાલડી, નવરંગપુરા, મણિનગર, વાડજ, વાસણા સહિતના એવા વિસ્તારો છે જેની સોસાયટીઓએ પુનઃનિર્માણની માંગ કરી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં જૂની ઈમારતોના રી-ડેવલપમેન્ટ બિલને મળી મંજૂરી
ADVERTISEMENT
સરકારના નોટિફિકેશનની છે રાહ
પુનઃનિર્માણ માટે જે સોસાયટીઓએ અપ્લાય કર્યું છે તેઓ સરકારના નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છે. જો સોસાયટીના 25 ટકા કરતા વધારે લોકો સહમત ન થતા હોય તો તેના માટે કાયદાકીય પ્રક્રિયા શું છે તેની રાહ જોવામાં આવી રહી છે. સાથે જ કેટલીક ગૂંચવણો પણ છે. જેના માટે સરકારના નોટિફિકેશન પર આધાર છે.

