° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


અમદાવાદમાં બ્રેકફાસ્ટને લઈને લડાઈમાં આગ લાગી, પત્નીએ જીવ ગુમાવ્યો

21 January, 2023 10:50 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

પત્નીનો ગળા અને હાથના ભાગે ચપ્પુના ઘા સાથે મૃતદેહ મળ્યો, પોલીસે ઈજાગ્રસ્ત પતિની કરેલી પ્રાથમિક પૂછપરછમાં એવી વિગત બહાર આવી કે પત્નીએ જ હુમલો કરી આગ લગાડી દીધી

અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીના એક ફ્લૅટમાં આગ લાગતાં ફાયર બ્રિગેડના જવાનોએ આવીને આગને કાબૂમાં લીધી હતી. તસવીર: જનક પટેલ.

અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીના એક ફ્લૅટમાં આગ લાગતાં ફાયર બ્રિગેડના જવાનોએ આવીને આગને કાબૂમાં લીધી હતી. તસવીર: જનક પટેલ.

અમદાવાદ : ગુજરાતના અમદાવાદમાં આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઈડન ફ્લૅટના ચોથા માળે ઘરકંકાસના કારણે ઘરમાં આગ લાગતાં મહિલાએ જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે તેમના પતિ ઈજાગ્રસ્ત થતાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયા હતા. પોલીસે સારવાર લઈ રહેલા પતિની કરેલી પ્રાથમિક તપાસમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે ખુદ તેની પત્નીએ જ ઘરમાં આગ લગાડી હતી. જોકે પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે. આ ઘટનાના પગલે આ દંપતીનાં બે બાળકો માતાવિહોણા થઈ ગયાં છે.

અમદાવાદમાં આવેલા ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન ફ્લૅટમાં ચોથે માળે ગઈ કાલે સવારે આગ લાગી હતી. જે ફ્લૅટમાં આગ લાગી ત્યાં અનિલ બઘેલ અને અનીતા બઘેલ તેમનાં બે બાળકો સાથે રહેતાં હતાં. બાળકોને સવારે સ્કૂલે મૂકીને આવ્યાં બાદ એવું કહેવાય છે કે પતિ-પત્ની વચ્ચે બ્રેકફાસ્ટના મુદ્દે ઝઘડો થયો હતો અને ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે એ ઘરમાં આગ લાગી ગઈ હતી. ઘરમાં આગ લાગતાં ફાયર બ્રિગેડ આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. દરમ્યાન આ ઘરમાં રહેતો અનિલ બઘેલ ઈજાગ્રસ્ત હાલતમાં બહાર નીકળી ગયો હતો, પરંતુ તેમનાં પત્નીનો ગળા અને હાથના ભાગે ચપ્પુના ઘા સાથે મૃતદેહ મળી આવ્યો હતો. પતિને સારવાર માટે હૉસ્પિટલમાં ઍડ‍્મિટ કરાયો હતો.

આ ઘટનાના પગલે પોલીસે હૉસ્પિટલમાં જઈને અનિલની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે કહ્યું હતું કે ‘ઈજાગ્રસ્ત પતિની કરેલી પ્રાથમિક પૂછપરછમાં પતિ એવું કહી રહ્યો છે કે તેની પત્નીએ જ હુમલો કરી આગ લગાડી દીધી હતી.’

21 January, 2023 10:50 AM IST | Ahmedabad | Shailesh Nayak

અન્ય લેખો

ગુજરાત સમાચાર

ગુજરાતના ટૅબ્લોને પીપલ્સ ચૉઇસ કૅટેગરી અવૉર્ડ

પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમ્યાન પરેડમાં રજૂ થયેલી ૧૭ રાજ્યોની ઝાંખીઓમાંથી ગુજરાત સરકાર દ્વારા રજૂ થયેલા ક્લીન ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત ટૅબ્લોની અવૉર્ડ માટે થઈ પસંદગી

01 February, 2023 11:01 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

૭૭ વર્ષે સાકાર થયું ગાંધીબાપુનાે સાબરમતી આશ્રમ જોવાનું સપનું

મુંબઈની ગુજરાતી શાળામાં ભણેલા અને હાલ અમેરિકામાં રહેતા મનસુખ શાહ ગાંધી નિર્વાણ દિને ગઈ કાલે ફૅમિલી મેમ્બર્સ સાથે બાપુના આશ્રમમાં આવીને થયા ભાવવિભોર અને બોલી ઊઠ્યા, ‘ડ્રીમ કમ ટ્રુ’

31 January, 2023 10:53 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

અમદાવાદમાં દિવ્યાંગ વ્યક્તિ બસમાં કરી શકશે ફ્રી પ્રવાસ

મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ સિનિયર સિટિઝન્સ માટે ફ્રી બસ સર્વિસ ૭૫ને બદલે ૬૫ વર્ષ કરી 

26 January, 2023 01:12 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK