Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Gujarat Crime: સુરતમાં ફરી ચોંકાવનારી ઘટના, 11 વર્ષ બાળકીની દુષ્કર્મ બાદ હત્યા

Gujarat Crime: સુરતમાં ફરી ચોંકાવનારી ઘટના, 11 વર્ષ બાળકીની દુષ્કર્મ બાદ હત્યા

Published : 21 February, 2022 02:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પલસાણા તાલુકાના એક ગામમાં 11 વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવતાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

Gujarat Crime

પ્રતીકાત્મક તસવીર


ગ્રીષ્મા હત્યાની પ્રકરણના પડઘા હજી શાંત નથી થયા ત્યાં સુરતના પલસાણામાં ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત(Surat)ના પલસાણા તાલુકામાંથી દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં 11 વર્ષીય માસૂમ બાળકીને અજાણ્યા હેવાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આટલું જ નહીં બાળકીને પીંખીને ગંભીર હાલતમાં છોડીને ત્યાંથી નરાધમો ફરાર થઈ ગયા હતાં. 


આ ઘટનાને પગેલ સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો હતો. પરિવારે બાળકીને શોધતાં જે હાલતમાં મળી તે જોઈને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. બાદમાં પરિવારે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયાપરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બાળાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. 



પલસાણા તાલુકાના એક ગામમાં 11 વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવતાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે પલસાણા પોલીસ, જિલ્લા એલસીબી તેમજ એસઓજી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ અંગે ચક્રોગતિમાન કર્યા છે.  આ મામલે પોલીસે બે શકમંદોની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે.


સુરતમાં બનતી ક્રાઈમની ઘટનાઓને જોતા એવું લાગે છે કે શહેરમાં જાણે કાયદો અને વ્યસ્થા  પાંગળી બની હોય.ગંભીર ગુન્હાઓ અટકવાનું નામ નથી. ત્યારે આ આ ઘટનાએ ફરી ચકચાર મચાવી છે.  બે બાળાઓ ઘરમાં એકલી હતી. તેમના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા. આ સમયનો લાભ ઉઠાવી નરાધમોએ ઘટનાને અંજામ આપ્યો હતો.

 


 

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2022 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK