વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે કચ્છના કલાકારો દ્વારા ગાંધીનગરમાં ૫૦ ટન રેતીમાંથી નરેન્દ્ર મોદીનું રેતશિલ્પ બનાવવામાં આવ્યું છે.

કચ્છના કલાકારોએ ગાંધીનગરમાં રેતીમાંથી બનાવ્યું મોદીનું શિલ્પ
અમદાવાદ ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે કચ્છના કલાકારો દ્વારા ગાંધીનગરમાં ૫૦ ટન રેતીમાંથી નરેન્દ્ર મોદીનું રેતશિલ્પ બનાવવામાં આવ્યું છે. મોટા ભાગે રેતશિલ્પ દરિયાકિનારે બનાવાય છે, પરંતુ પીએમનું રેતશિલ્પ ગાંધીનગરમાં બનાવાયું છે અને એના દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે. રેતશિલ્પનું ઉદ્ઘાટન બીજેપીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કર્યું હતું.